Back

ધોરાજીના વાડોદર ગામની ભાગ્યોદય વિદ્યામંદિરમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું

ધોરાજી તાલુકાના વાડોદર ગામમાં આવેલી ભાગ્યોદય વિદ્યામંદિરના પટાંગણમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળાનું ઉદ્ઘાટન શ્રી આયુર્વેદ રત્ન રમેશભાઈ કાલરીયના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ વિજ્ઞાન પ્રદર્શન સાથે સંગીત કલાનું ઉદ્ઘાટન મામલતદાર શ્રી જોલાપરા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું આ લાઈવ આ ઉદ્ઘાટનમાં બાળકો અને કુમારિકાઓ વિવિધ પ્રયોગો તથા હાલની તકે પર્યાવરણનું પ્રદૂષણ દિવસેને દિવસે દિવસેને દિવસે વધતી જાય છે તેને નિયંત્રણમાં લેવાનો હેતુ સાર્થક કરે તેવી કૃતિઓ રજૂ કરી હતી આ વિજ્ઞાન મેળામાં ચલણી સિક્કાઓ પ્રાચીન કાળના સિક્કાઓ કેમેરા ટપાલ ટિકિટ ચિત્રો હસ્તકલા પ્રદર્શન જેવી વસ્તુઓનો સમાવેશ થયો હતો બાળકોએ જુદી-જુદી વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી વિજ્ઞાન પ્રદર્શન સફળ બનાવવા ભાગ્યોદય વિદ્યામંદિર પરિવારનો શિક્ષક ગણે ૨ દિવસના આ કાર્યક્રમને સફળતા પૂર્વક પૂર્ણ કર્યો હતો.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..