Back

ટ્રમ્પના પુત્રનો શોખ શિકાર કરવો છે, ૧૦૦૦ ડોલર ફી ભરી આ પ્રાણીનો કરશે શિકાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રને ૧૦૦૦ ડોલરની ફી ભરીને અલાસ્કાના રીંછનો શિકાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. બેરીંગ સમુદ્ર પાસેના ઉત્તર પશ્ચિમ અલાસ્કામાં જુનિયર ટ્રમ્પ રીંછનો શિકાર કરી શકશે. અલાસ્કા ડિપાર્ટમેન્ટ ઓફ ફિશ એન્ડ ગેમના વાઈલ્ડલાઈફ કન્ઝરવેશન ડાયરેક્ટર એડી ગ્રેસરના જણાવ્યા અનુસાર ટ્રમ્પના પુત્ર સહિત ૩ લોકોએ ઉત્તર પશ્ચિમ અલાસ્કાના સેવાર્ડ પેન્નિસ્યૂલામાં રીંછના શિકાર માટે ૨૭ સ્પોટ માટે અરજી કરી હતી. લોટરી દ્રારા કરવામાં આવે છે વિજેતાની પસંદગી રીંછ સહિતના કેટલાક પ્રાણીઓના શિકારની મંજૂરી આપવા માટે સમયાંતરે ડ્રોનું આયોજન કરવામાં આવે છે. લોટરી દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવે છે. આ માટે હજારોની સંખ્યામાં અરજીઓ મળે છે. એડી ગ્રેસરે વધુમાં જણાવ્યું હતું કે જુનિયર ટ્રમ્પ જે કેટેગરીમાં વિજેતા બન્યા છે તેમાં ખૂબ જ ઓછી સ્પર્ધા હતી. તે ક્ષેત્રમાં ૨૪ ટેગમાં રીંછનો શિકાર કરવા માટે કોઇ અરજી મળી ન હતી. સૌથી નાના પુત્રને શિકાર કરવાનો અદકેરો શોખ આ ડ્રોના વિજેતાના નામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યા હતા. જો કે જુનિયર ટ્રમ્પને ૧૦૦૦ ડોલર નોન રેડિન્ટ ટેગ ફી ચુકવવી પડશે અને ૧૬૦ ડોલર ખર્ચીને નોન રેસિડન્ટ હન્ટિંગ લાયસન્સ ખરીદવું પડશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખનો સૌથી મોટા પુત્રને શિકારમાં રસ છે અને તેઓ શિકાર માટે અનેક વખત અલાસ્કા અને કેનેડા ગયા છે. આ વર્ષના અંતે પણ તેઓ હરણ અને બતકના શિકાર માટે અલાસ્કા જાય તેવી શક્યતા છે. સફારી ક્લબ આ મહિને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સાથે સાત દિવસના ‘ડ્રીમ હન્ટ’અભિયાનની ૧.૫ લાખ ડોલરમાં ઓફર કરી રહી છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..