Back

દામનગર ના ધ્રુફણીયા વડીલો કાયમી સાત્વિક ભોજન મેળવી શકે તે માટે ઘર નું ઘર નો વડીલ વજુદાદા ભટ્ટ ના હસ્તે પ્રારંભ

દામનગર ના ધ્રુફણીયા ખાતે વડીલો માટે કાયમી સાત્વિક ભોજન ઘર નું ઘર નો વૈદરાજ વજુદાદા ભટ્ટ ના વરદહસ્તે પ્રારંભ સુરત રહેતા યુવાનો દ્વારા સંચાલિત ઘર નું ઘર માં ધ્રુફણીયા ગામે ગામ ના નિરામય આરોગ્ય ને ખેવના કરતા વડીલ વજુદાદા વૈદ ના હસ્તે ભવ્ય પ્રારંભ કરાયો હતો ધ્રુફણીયા ખાતે રહેતા વાત્સલ્ય મૂર્તિ વડીલો ને કાયમી સાત્વિક ભોજન મળી રહે તે માટે ધ્રુફણીયા ના સુરત રહેતા યુવાનો નું સંકલન ગામ માટે કંઈક સારું કરવા ની ઉમદા ભાવના એ વિચાર આવ્યો અને સારા વિચાર ને તુરત ક્રિયાશીલ બનાવવા ગામે રહેતા તુલસીભાઈ અને શભૂભાઈ સહિત અનેકો સેવારત ગ્રામજનો ની તત્પરતા એ અમલ શરૂ કર્યો માદરે વતન માટે સમર્પિત યુવાનો દ્વારા ધ્રુફણીયા ગામે વડીલો કાયમી સાત્વિક ભાવતા ભોજન મેળવી શકે તે માટે ઘર નું ઘર નો ભવ્ય પ્રારંભ કરાયો હતો "નથી ખબર શી આફત ખડી છે ખબર માત્ર એટલી જ છે વતન થી હાકલ પડી છે" માદરે વતન ની ચિતા કરતા યુવાનો એ વાત્સલ્ય મૂર્તિ વડીલો ને સાત્વિક રસોઈ વ્યવસ્થા થી વડીલો નું ભવિષ્ય સુનિશ્ચિત કરી સુંદર સુવિધા ઉભી કરી છે.

રિપોર્ટર વિમલ ઠાકર

લાઠી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..