Back

કાલોલ સમડીયાની મુવાડીથી માદા મગર પકડાયી.વન વિભાગે રેસ્કયુ કરી નર્મદા કેનાલમાં છોડી દેવામાં આવી.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



કાલોલ તાલુકાના બાકરોલ પંચાયતના સમડીયાની મુવાડી ગામના શનિવારે સાંજે ફળિયાના એક મકાન સુધી મગર આવી જતાં ગામલોકો ભયભીત બની ગયા હતા. જે ઘટના અંગે વેજલપુર વન વિભાગને જાણ કરતા વેજલપુર-હાલોલ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ રાત્રીના સમયે મગરને પકડવા માટે ટ્રેનરની જરૂર હોય વન વિભાગની ટીમે તેમના સંપર્કમાં આવતા કાલોલ તાલુકાના રતનપુરા ગામના રેસ્કયુ ટ્રેનર એવા વિરાગ પટેલને તેડાવી મગરને પકડવા માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. જે અંતર્ગત વિરાગ પટેલે વન વિભાગના માર્ગદર્શન હેઠળ યેનકેન પ્રકારે મગરને પકડી લેતા સલામત રીતે પકડવામાં આવેલ લગભગ સાડા છ ફુટ જેટલી માદા મગર હોવાનું જણાવ્યું હતું. જે માદા મગર ગર્ભવતી હોવાને કારણે ખોરાકની શોધમાં નદીમાંથી ગામ તરફ આવી જવાનું અનુમાન વ્યક્ત કર્યુ હતું. જે માદા મગરને સલામત રીતે પકડી પાડી વન વિભાગની ટીમને સોંપી દેતા વન વિભાગે આ માદા મગરને નર્મદા કેનાલમાં છોડી દેવામાં આવી હતી. જે સમગ્ર રેસ્કયુ ઓપરેશનને અંતે ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..