Back

પંચમહાલ SOG ટીમે હાલોલના જ્યોતિસર્કલ પાસેથી દારુનો જથ્થો ઝડપી પાડ્યો.,

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



ગોધરા એસ.ઓ.જી ની ટીમને મળેલી બાતમીના આધારે ગતરોજ હાલોલ ટોલનાકા નજીક જ્યોતિ સર્કલ પાસે 3,53,620 રૂપિયાનો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો  તેમજ  રૂપિયા 13,000 ના મોબાઈલ, રૂપિયા ત્રણ લાખની કાર, રૂપિયા બે લાખનો ટેમ્પો મળી રૂપિયા મળી કુલ ૮,૬૬,૬૨૦ લાખ ના મુદ્દામાલ સાથે ચારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


      પોલીસ વર્તુળ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા એસ.ઓ.જી ની ટીમ હાલોલ ખાતે પેટ્રોલિંગમાં હતી દરમિયાન તેઓને ખાનગી બાતમી દારો દ્વારા માહિતી મળી હતી કે ગોધરા રોડ તરફથી એક ટેમ્પો ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યો છે અને તે ટેમ્પાનું એક કાર દ્વારા  પાયલોટિંગ થઈ રહ્યું છે. તેવી બાતમીના આધારે પોલીસ  તે ગાડીઓની વોચમાં હતી. દરમિયાન બાતમી વાળો ટેમ્પો તેમજ કાર હાલોલ જ્યોતિ નગર સર્કલ પાસે આવી પહોંચતા પોલીસે તેને રોકી ટેમ્પોમાં તપાસ કરતા ભારતીય બનાવટ નો જુદી-જુદી બ્રાન્ડની વિદેશી રૂપિયા 3,40,180 દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ટેમ્પા નું પાયલોટીંગ કરતી કારમાં બેઠેલ પરેશ દેવીલાલ સોની, ઉં. વ. 36 રહે બાજના રતલામ તેમજ બંસરી લાલ કરમશી બામણીયા, ઉં.વ. ૩૬ રહે. ભાભરા અલીરાજપુર. તેમજ ટેમ્પા ચાલક રમેશ અમરાજી મીના, ઉં.વ. ૩૮ રહે ખવડાવા ઉદેપુર. તેમજ રાજેશ પાનસિંગ ભૂલ્યા ઉ.વ. ૩૨ રહે ડુંદનપુર જાબુઆ ને ઝડપી પાડી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ લાખની કાર તેમજ બે લાખનો ટેમ્પો મળી કુલ 8,66,620 રૂપિયાના મુદ્દામાલ સાથે ચારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..