Back

મહિલા કોન્સ્ટેબલને ટ્રકે અડફેટમાં લેતાં કમકમાટી ભર્યુ મોત

 મળતી માહિતી અનુસાર દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ નજીક તા . ૨૧/૨/૨૦૨૦ ના રોજ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર વણઝારા હોટલની સામે મહિલા કોન્સ્ટેબલને અડફેટમાં લેતા કમકમાટીભર્યું મોત થયું હતું.

લીમખેડા તાલુકાના વડેલા ગામ ના માળી ફળીયામાં  રહેતા ભીમસિંગ ભાઈ નગાભાઈ પટેલના પુત્ર કલ્પેશભાઈ અને તેમના પુત્રવધૂ દેવગઢ બારિયા પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેઓ સાંજના છ થી સાત વાગયા ના અરસામાં પોત પોતાની ફરજ પર જવા રવાના થયા હતા, જ્યારે કલ્પેશભાઈ પીપલોદ નજીક પંચેલા પોલીસ પોઈન્ટ  પર રોકાઈ ગયા હતા અને અલકાબેન પોતાની મોટર સાયકલ પર  પોતાના સાથી મિત્રો સાથે ભથવાડા ટોલ બૂથ પર જવા રવાના થયા હતા ત્યારે અલ્કાબેનની મોટરસાઈકલ ને આર.જે.૧૭.જી.એ.૫૨૮૪ નંબરના ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા અલકાબેન રોડ પર પડતા ટ્રકના તોતિંગ પૈડા છાતીના  ભાગ પર ફરી વળતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું તેમજ હોમગાર્ડના જવાનોને ફંગોળાઈ  જવાથી નાની મોટી ઈજાઓ થઈ હતી તેમને સારવાર અર્થે પીપલોદ સરકારી  દવાખાને હાઈવેની એમ્બ્યુલન્સ મારફતે મોકલી આપવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં  આસપાસના લોકો દોડી આવતા રોડ પર ટ્રક છોડી ભાગી ગયો હતો આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસ દ્વારા ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી જરૂરી કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.