Back

રાજુલા ખાતેના ત્રિદિવસીય ખેડૂત સંમેલનના સમાપન સમારોહમાં હાજરી આપતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

ન્યુજ

અમરેલી

રાજુલા, તા. ૨૩ 


રાજુલા ખાતેના ત્રિદિવસીય ખેડૂત સંમેલનના સમાપન સમારોહમાં હાજરી આપતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત


       રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ગાય આધારિત ભવ્ય કૃષિ પ્રદર્શન તથા ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષિ સંમેલનમાં તેમણે ધરતીપુત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું..


        મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામા આવ્યો હતો. ઓમાનંદગિરી બાપુએ શાલ તેમજ પુસ્તક દ્વારા રાજ્યપાલશ્રીનું સન્માન કર્યું હતું. એસ.પી.એન.એફ.ના પ્રમુખ પ્રફુલભાઈ સેંજલિયાએ શાબ્દિક પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા...


       પ્રાકૃતિક ખેતી સાથે સંલગ્ન સંસ્થાઓ તેમજ કિસાન સંઘ દ્વારા રાજ્યપાલશ્રીને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતપુત્રોનું તેમજ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દુલાભાઈ નકુમ, મંગળુભાઈ, શૈલેષભાઇ ધખડા, અશ્વિનભાઈ, રમેશભાઇ મકવાણા વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઓમાનંદગીરી બાપુએ આભારવિધિ કરી હતી. આ ઉપરાંત જીંજાળા દીવાળીબેન અને મધુબેન જેરામભાઈને ગુજરાત સરકારની વિવિધ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાયના ચેકનું મુક્તાનંદ બાપુના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું... 


      આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અંબરીશ ડેર, હીરાભાઈ સોલંકી, શેરનાથ બાપુ, વલકુબાપુ, ઘનશ્યામજી મહરાજ, મુક્તાનંદ બાપુ, રવુભાઈ ખુમાણ, એ.પી.એમ.સી. ના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, મનુભાઈ ધાખડા, રાજુલા સિવિલ હોસ્પિટલ આરોગ્ય વિભાગ, કિશાન સંઘના અગ્રણીઓ, અને વિવિધ સંસ્થાઓના અગ્રણી અને સભ્યો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા....શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..