Back

જસદણ ધરફોડ ચોરી ના બે આરોપી ની ઼ધરપકડ

પ્રેસનોટ તા. ૨૩/૦૨/૨૦૨૦

રાજકોટ ગ્રામ્ય જીલ્લા જસદણ પોલીસ સ્ટેશન માં ઘરફોડ ચોરીમાં ગયેલ મુદામાલ સાથે બે આરોપીઓને પકડી વણશોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી



રાજકોટ રેન્જ ના નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ  તથા આઇ/સી પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમર સાહેબનાઓએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી. જે અન્વયે એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ. શ્રી એમ.એન.રાણા સાહેબના ઓ તથા એલ.સી.બી.શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેનીકામગીરીમાં હતાં તે દરમ્યાન મળેલ હકિકત આધારે બે ઇસમોને ઘરફોડ ચોરીમાં ગયેલ મુદામાલ સાથે જસદણ ખાતેથી આજરોજ તા. ૨૩/૦૨/૨૦૨૦ ના પકડી પાડી વણશોધાયેલ ગુન્હાઓના ભેદ ઉકેલવામાં આવેલ છે. 


અટક કરેલ આરોપીઓ- 


(૧) માનસીંગભાઇ શીવાભાઇ વાસાણી જાતે કોળી ઉ.વ. ૨૮ ધંધો મજુરી રહે. અમરાપુર નિશાળ સામે તા. વીંછીયા

(૨) સુભાષભાઇ માનસીંગભાઇ મકવાણા જાતે દેવીપુજક ઉ.વ. ૨૬ ધંધો મજુરી રહે. જસદણ પોલારપર શકતિનગર ઘાણાની બાજુંમાં



કબજે કરેલ મુદામાલ- 


સોના ચાંદીના દાગીના કિ.રૂ. ૩૪૬૦૦/ 

મોબાઇલ ફોન નંગ- ૦૨ કિ. રૂ. ૧૩૦૦૦/

રોકડા રૂપિયા ૧૦,૨૦૦/ 

એક મોટર સાયકલ કી.રૂ. ૨૫૦૦૦/ 

કુલ રૂ.૮૨,૬૦૦/- નો મુદામાલ


કામગીરી કરનાર ટીમ –


એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એમ.એન.રાણા, એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા, પો.હેઙ કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજા , રવીભાઇ બારડ , મહેશભાઇ જાની , અમીતસિંહ જાડેજા , મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી, શક્તિસિંહ જાડેજા,સંજયભાઇ ,બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા , મેહુલભાઇ બારોટ, રસીકભાઇ જામોદ ,કુમારભાઇ ચૌહાણ, ડ્રા. એ.એસ.આઇ. અમુભાઇ વીરડા, નાઓ દ્રારા કરવામાં આાવેલ છે.


આરોપીઓનો ગુન્હાહિત ઇતીહાસ-  



(૧) માનસીંગભાઇ શીવાભાઇ વાસાણી જાતે કોળી ઉ.વ. ૨૮ ધંધો મજુરી રહે. અમરાપુર નિશાળ સામે તા. વીંછીયા વાળો અગાઉ  બોટાદ જીલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન માં ૪ ઘરફોડ ચોરીના ગુન્હામાં તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં સુરેનદ્રનગર સીટી એ. ડીવીઝનમાં ઘરફોડ ચોરીમાં તેમજ સાયલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં મળી કુલ ૫ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે. 

(૨) સુભાષભાઇ માનસીંગભાઇ મકવાણા જાતે દેવીપુજક ઉ.વ. ૨૬ ધંધો મજુરી રહે. જસદણ પોલારપર શકતિનગર ઘાણાની બાજુંમાં વાળો અગાઉ રાજકોટ જીલ્લાના જસદણ પોલીસ સ્ટેશનમાં દારૂ ના કેસમાં તેમજ મારા મારીના ગુન્હાઓમાં મળી કુલ ૩ જેટલા ગુનાઓમાં પકડાયેલ છે.



આરોપીઓએ કરેલ કબુલાત- 



નંબ૨

વિગત

ગુના. રજી. નંબર



ગઇ તા.૭/૦૨/૨૦૨૦ ના રોજ ફુલઝર ગામે દેવરાજભાઇ રાયાભાઇ સુવાણ ના રહેણાક મકાને થી બંધ મકાનના તાળા તોડી રોકડા રૂપિયા આશરે ૧,૧૦,૦૦૦/ તથા સોનાના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧,૯૮,૫૦૦/ ની ચોરી કરેલ હોય

જસદણ પો.સ્ટે. ફ.ગુ.ર.નંબર- ૬૪/૨૦૨૦ 

ઇ.પી.કો. કલમ- ,૪૫૭,૩૮૦



(એમ.એન.રાણા)

પોલીસ ઇન્સપેકટર 

એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય  રીપોર્ટ કરશનભાઈ બામટા આટકોટ મેં 9979498525

જસદળ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..