Back

181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન માં કોલ કરી ને આમ આદમી પાર્ટી વકાનેર દ્વારા ત્યક્તા ને એમના માં બાપ ને સોપવામાં આવી

સાસરિયાં પક્ષ ના ત્રાસ થી કંટાળી અને માં બાપ એ ના સ્વીકારતા સવાર થી સાંજ સુધી વાકાનેર હાઇવે પર નાના દીકરા સાથે ભૂખ્યા પેટે બેઠી થી ત્યક્તા 


આમ આદમી પાર્ટી ના શહેર પ્રમુખ આરીફ બ્લોચ દ્વારા મહિલા સુરક્ષા ટિમ નો સંપર્ક કરી ને ત્યક્તા ને મદદ કરવામાં આવી 


ગઈ કાલે આમ આદમી પાર્ટી ના આંદોલન  છાવણી એ પ્રતિક ઉપવાસ દરમિયાન સ્વાર થી સાંજ સુધી એક્ક પરિણીતા એના એક  વરસ ના નાના બાળક સાથે  છાવણી ની બાજુ માં બેઠી હતી. સાંજે 6 વાગ્યા ની આસપાસ ખબર પડી કે આ પરિણીતા એ ઘરબાર છોડી ને અહયા  માં બાપ અને સાસુ સસરા ના ત્રાસ થી કંટાળી ને અહિયાં આવેલા હતા 


મૂળ વાંકાનેર ના લાકડધાર ગામ ની આ દેવીપૂજક પરિણીતા લીમડી સાસરે હતી અને ત્યાં સાસુ સસરા ના ત્રાસ થી કંટાળી અને આ પરિણીતા વાંકાનેર ના લાકડધાર ગામ એ પરત આવેલ અને માં બાપ એ પણ ના સ્વીકારતા આ પરિણીતા વાંકાનેર ના હાઇવે પાસે આવેલ આમ આદમી પાર્ટી ના ઉપવાસ આંદોલન ના મંડપ પાસે આવી ને બેસેલ હતી સવારથી સાંજ સુધી ભૂખ્યા પેટે એક નાના બાળક સાથે આ પરિણીતા ત્યાં બેઠી હતી સાંજે આમ આદમી પાર્ટી ના શહેર પ્રમુખ આરીફ બ્લોચ છાવણી બંધ કરતાં હતા ત્યારે ખબર પડી કે આવી ઘટના બની છે એટ્લે તરતજ મહિલા  સુરક્ષા હેલ્પલાઇન નંબર 181 પર કોલ કરી સમગ્ર ઘટના ની જાણ કરી અને આ ત્યકયા ને ન્યાય આપવા તજવીજ હાથ ધરી.


થોડીજ વાર માં 181 ની ટિમ મોરબી થી ઘટના સ્થળે આવી ત્યક્તા ના માતા પિતા ને સ્થળ પર બોલાવી કાયદા નું ભાન કરાવ્યુ અને દીકરી ને એના માં બાપ ને પરત સોપી હતી 


આમ આદમી પાર્ટી ના શહેર પ્રમુખ આરીફ બ્લોચ દ્વારા આવી સેવાકીય પ્રવુતી ચાલુજ હોય છે અને હાર હર હમેશ બીજા ની સેવા માંતે તત્પર હોય છે.


આ કામ માં 181 ટિમ માં થી ભટ્ટી પિંકી ,કોન્સટેબલ ભાવિકા બેન અને વિશાલભાઈ ડ્રાઇવર એ ત્યક્તા ને મદદ પૂરી પડી હતી

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..