Back

ધોરાજીમાં અલ્ટ્રા એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટ દ્રારા બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન સેમીનાર અને તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]

ધોરાજીના કડવા પાટીદાર સમાજ ખાતે અલ્ટ્રા એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટ દ્વારા આવનાર બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને પરીક્ષા અંગેનું માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલ્ટ્રા પરિવારના રાજુભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને બોર્ડની પરીક્ષાને લઈને ખાસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને ધોરણ ૮ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમણે ૧,૨ અને ૩ નંબર મેળવ્યો હોય તેમને અલ્ટ્રા પરિવારના રાજુભાઈ પેથાણી, પ્રકાશભાઈ દવે તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી ધીરેનભાઈ વૈષ્ણવ, અપૂર્વ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી વિઠ્ઠલભાઈ કોરડીયા દ્વારા ઈનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં હતા.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..