Back

આહવા ભગવા યુવા ગ્રૂપ દ્વારા શિવાજી જયંતિની ઉત્સાહ ભેર ઉજવણી સાથે રથ યાત્રા અને મહારેલી યોજાઈ

મદન વૈષ્ણવ ડાંગ

છત્રપતી શિવાજીની જન્મ જયંતિમાં આહવા નગરમાં મહારેલી ભવ્ય હર્ષોઉલાશે ભારે જનમેદનીએ ઉજવવામાં આવતા ગ્રામજનો તેમજ ભગવા વસ્ત્ર ધારી યુવાઓ ડીજેના સથવારે નૃત્ય કરી ખુશીમાં ઝૂમી ઉઠતા લોકોમાં ખુશીનું માહોલ જોવા મળ્યું હતું સાથો સાથ સમસ્ત આહવા નગરમાં ઠેરઠેર ભગવી ઝંડીઓ વણજાર જોવા મળી હતી તથા તમામ લોકોએ ભગવાં વસ્ત્ર પરિધાન કરી સમસ્ત આહવા નગરમાં ભગવામય વાતાવરણનું સર્જન થયું હતો

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા નગર ખાતે "ભગવા ગ્રુપ" તેમજ સમસ્ત આહવા નગર હિન્દુ સંગઠન ના આગેવાનો સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતીની ઉજવણી ખૂબ જ હર્ષોઉલાશે ભવ્ય મહારેલીનું આયોજન કરી ઉજવવામાં આવી જેમાં છેલ્લા બે દરમિયાન હિન્દૂ વીર સમ્રાટ વીર યોધ્ધા હિન્દ રાષ્ટ્ર પ્રેમ ની નામના મેળવતા શ્રી શિવાજી મહારાજ ની જન્મ જયંતિ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેવા કે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવામાં શિવાજી મહારાજના જીવન ચરિત્ર ઉપર વકૃત્વ સ્પર્ધા તથા રંગઉપવન ખાતે નગરના સેવારૂપે રામરથનું લોકાર્પણ, વકૃત્વ સ્પર્ધાનું બક્ષિસ વિતરણ, શિવાજી મહારાજની ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ તથા આહવા નગર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં તમામ ગ્રામજનો આજુબાજુ વિસ્તારના ગામો ના લોકો તેમજ અનેકો હિન્દૂ સંગઠન ના આગેવાનો તેમજ સભ્ય મળી આ જન્મ જયંતિમાં મહારેલી ભવ્ય હર્ષોઉલાશે ભારે જનમેદનીએ ઉજવવામાં આવતા ગ્રામજનો તેમજ ભગવા વસ્ત્ર ધારી ભગવા યુવાઓ ડીજેના સથવારે નૃત્ય કરી ખુશીમાં ઝૂમી ઉઠતા લોકોમાં ખુશીનું માહોલજોવા મળ્યું હતું સાથો સાથ સમસ્ત આહવા નગરમાં ઠેરઠેર ભગવી ઝંડીઓ વણજાર જોવા મળી હતી તથા તમામ લોકોએ ભગવાં વસ્ત્ર પરિધાન કરી ભગવામય વાતાવરણનું સર્જન થયું હતો

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..