Back

કાલોલના વેજલપુર લઘુમતી વિસ્તાર માં સફાઈ ને અભાવે ભારે ગંદકી:સ્થાનિકો માં ભારે નારાજગી.

પંચમહાલ.કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર લઘુમતી વિસ્તારમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં સફાઈ અને વિકાસના કામો ન થતાં ભારે નારાજગી જોવા મળી છે. વેજલપુર ગામ પંચાયતના લઘુમતી વોર્ડના વિસ્તારમાં તંત્રના પાપે તીવ્ર દુર્ગંધ મારતાં કચરાના ઢગલા રસ્તા ઉપર રેલમછેલ થયો છે અને ગાય, બકરી ને કારણે છેક રોડ સુધી કચરો જોવા મળ્યો હતો સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ વારંવાર સરપંચ ને રજૂઆત કરી હતી પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી અને આ વિસ્તારમાં વેજલપુર ગામ પંચાયત દ્વારા યોગ્ય સાફ સફાઈ ન થતાં આ વિસ્તારમાં રહેતા લોકોને ભારે ગંદકી નો સામનો કરવો પડે છે અને મોટો રોગચાળો ફાટી નીકળે તેમ છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી કરી આ તીવ્ર દુર્ગંધ મારતાં કચરાના ઢગલા ઓ નો યોગ્ય રીતે નિકાલ કરી તાકીદે સાફ સફાઈ કરાવી સાચા અર્થમાં સ્વચ્છ ભારત મિશન નુ કામ કરે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..