Back

વાગરા : પરિણીતાની છેડતીની આશંકાએ યુવક પર જીવલેણ હુમલો કરતાં મોત*

*વાગરા : પરિણીતાની છેડતીની આશંકાએ યુવક પર જીવલેણ હુમલો કરતાં મોત*


પરિણીતાની છેડતીની આશંકાએ શ્રમિકની હત્યા

પોલીસે ત્રણ પરપ્રાંતીય યુવકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી


વાગરા તાલુકાનાં સાયખા જીઆઇડીસીમાં મજૂરી કામ કરતાં મૂળ દાહોદના યુવાનની ત્રણ પરપ્રાંતીય યુવકોને પરિણીતાની છેડતીની આશંકાએ ઘાતક હુમલો કરી મોત નિપજાવ્યું છે.


તારીખ 13 ફેબ્રુઆરીના રોજ જય કેમિકલ કોલોનીમાં રહેતો દિનેશ નામનો યુવાન આર.કે.સિન્થેસીસ નામની કંપની પાસે રહેતા પોતાના સંબંધી દેવજીભાઈના ત્યાં ગયો હતો. ત્યાં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના ઝાંમ્બુઆના ત્રણ યુવાન ચિરાગ ખાડિયા,દુલા નીનામા અને મુકેશ ભુરીયાએ પરિણીતાની છેડતી કરતો હોવાનો આરોપ લગાવી દિનેશ પર ઢીકાપાટુનો હુમલો કર્યો હતો. જેમાંથી એક વ્યક્તિએ દિનેશના માથામાં લાકડાનો ફટકો મારી દેતા દિનેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દિનેશના ભાઈએ આ સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. જો કે સારવાર હેઠળ રહેલ યુવાનનું આજે મોત થયું હતું. જે બાદ મૃતદેહને ભરુચ સિવિલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.


વાગરા પોલીસે યુવાનના મોત બાદ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ 302ની કલમ ઉમેરી હત્યાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


*રિપોર્ટર:સરફરાઝ સોલંકી* ✍️

વાગરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..