Back

તિલકવાડાના ગમોડ ગામના ખેડુતને માથામાં મારી કોઈ અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી : ખુન નો ગુનો દાખલ

તિલકવાડાના ગમોડ ગામના ખેડુતને માથામાં મારી કોઈ અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી : ખુન નો ગુનો દાખલ


કનુભાઈ બારીયા નામના ખેડૂત પોતાના ખેતરે જતા હતા ત્યાં કોઈકે હુમલો કરતા મોત


રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગમોડ ગામના ખેડુતને માથામાં મારી કોઈ વ્યક્તિ એ ખુન કરતા ચકચાર મચી જવા પામી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર ગમોડ ગામના પ્રવિણભાઇ નાગજીભાઇ બારીયા એ આપેલી ફરિયાદ મુજબ તેમના મોટા ભાઈ કનુભાઈ બારીયા ગતરોજ પોતાની મો.સા.નં.GJ,16-J-1134 લઈ ખેતરે ગયેલ એ સમયે ગમોડ ગામે આવેલા રસીદખા રાઠોડના ખેતરના શેઢા પર અજાણ્યા વ્યક્તિએ તેમને માંથાના પાછળ કોઈ સાધન વડે ફટકો મારી નીચે પાડી સિમેન્ટના મોટા પથ્થર વડે મોઢા ઉપર મારી તેમનું મોઢ છુંદી નાખતા તેઓ મો.સા. સાથે ત્યાં લોહી લુહાણ હાલતમાં ત્યાં પડેલા હોવાની જાણ થતાં પ્રવીણભાઈ ત્યાં પહોંચતા ત્યાં આસપાસના લોકોના ટોળા જમ્યા હતા અને કનુભાઈ લોહી લુહાણ હાલતમાં પડ્યા હોય તેમને તાત્કાલિક ટ્રેકટરમાં લઈ તિલકવાડા સરકારી દવાખાને લઈ ગયા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા તિલકવાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હુમલાવરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..