Back

ગંગા સ્વારૂપ બહેનો તથા વંચિત સમાજ ની 37 દીકરીઓ ના સમૂહ શુભલગ્ન

મોરબી મા ગંગા સ્વારૂપ  બહેનો તથા વંચિત સમાજ ની 37 દીકરીઓ ના સમૂહ શુભલગ્ન


આગામી તારીખ 25 ના રોજ મોરબી મુકામે શ્રી સાઈ આશ્રમ રણછોડનગર મા 37 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે,


ગંગા સ્વારૂપ સહાય સમિતિ મોરબી 11 વર્ષ થી દરમહીને વિધવા બહેનો ને 10 કેન્દ્ર દ્વારા અનાજ સહાઈ કરી રહી છે,વિધવા બહેનો ના પુત્ર પુત્રી ને પી જી પટેલ વિદ્યા સંકુલ મા એકદમ રાહત દરે ધોરણ 1 થી કોલેજ સુધી ભણાવવામાં આવે છે,તહેવારો મા તેઓ ને  વિવિધ સહાઈ કરવા મા આવે છે


છેલ્લા 4 વર્ષ થી તેમની દીકરીઓ ના સમૂહ લગ્ન નું આયોજન કરવા મા આવે છે. 25 તારીખે ચોથો સમૂહલગ્ન યોજવામાં આવશે 


શ્રી દેવકરણભાઈ આદરોજા અને શ્રી ચંદ્રકાંત દફ્તરી દ્વારા શરૂ કરાયેલ ગંગા સ્વારૂપ સહાઈ સમિતિ ની કાર્યવાહી અવિરત ચાલતી રહે તેમાટે તાજેતર મા 25 યુવાનો ને આ સમગ્ર સેવા કર્યો ની જ્યોત જલતી રાખવા સેવા સમિતિ બનાવીને સોંપવામાં આવી છે,


આ સમિતિ હવે પછી ના આવનારા સમય મા વિધવા બહેનો ની દીકરીઓ ના સમૂહલગ્ન, અનાજ સહાઈ,સાડી વિતરણ, મીઠાઈ વિતરણ, મેડિકલ હેલ્પ,તેઓ ના બાળકો ના અભ્યાસ,પુસ્તકો,વિગેરે મદદ માટે કામગીરી કરશે,


25 તારીખે યોજાનાર સમૂહ લગ્ન મા પૂજ્ય ભાવેશવરી બહેન રામધન આશ્રમ તથા શ્રી નિખિલભાઈ જોશી યુવા કથાકાર આશીર્વચન દેવા પધારશે,

મોરબી શહેર ના દાતાશ્રીઓ તરફ થી 85 વસ્તુઓ કરિયાવર મા ભેટ આપવામાં આવશે,

સમૂહલગ્ન ને સફળ બનાવવા શ્રી સાઈ મંદિર હનુમાન મન્દિર રણછોડનગર ના સેવકો અને તમામ આયોજકો મહેનત કરી રહિયા છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..