Back

બ્રેકિંગ:-હાલોલમા આવેલા ટાયરના ગોડાઉનમા ભીષણ આગ.ચાર ફાયર ફાયટર ઘટના સ્થળે

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


હાલોલ ના પાવાગઢ રોડ પર ટાયરના સ્કેર્પના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા હાલોલ ફાયર ફાઇટર સહિત અન્ય  ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ને ભારે આગ ને કાબુ મા લેવા મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ગાયત્રી મંદિર ની નજીક આવેલ એક ટાયરના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી  જેમાં આગ  લાગતા મોટી સંખ્યામાં ટાયરનો સ્ક્રેપ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું હાલ આગ પર કાબુ મેળવાવાના પ્રયત્નો ચાલુ છે જ્યારે પ્રાથમિક તબકે આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળ્યુ છે ને લાખો ના નુકશાન ની શકયતાયો છે.

   આગ એ એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો કે આજુબાજુના સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..