Back

રાતના ગામે રામેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રી મેળો

વલસાડ ના વાપી નજીક આવેલા રાતના ગામે રામેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રી મેળો


સતિષ પટેલ વલસાડ


મહા શિવરાત્રી પર્વ નિમિત્તે એક દિવસે મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ માટેની સંપૂર્ણ તૈયારીઓ અને આકખરી ઓપ આપી દેવાયો છે શિવરાત્રી ની પૂર્વસંધ્યાએ આજે મંદિરની આસપાસ માં અનેક ફરસાણની દુકાનો તેમજ વિવિધ રમકડાની દુકાન સહિતના સ્ટોલો લાગી ચૂક્યા હતા

વાપી નજીક આવેલા રાતા ગામે રામેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે અહીંયા ઘણા વર્ષોની પરંપરા મુજબ શિવરાત્રી નિમિત્તે એક દિવસીય મેળો યોજાય છે જેમાં સેંકડોની સંખ્યામાં લોકો મેળામાં મનોરંજન માટે તેમજ ભગવાન ભોળાનાથના દર્શન માટે ઊમટી પડે છે જોકે મોટી સંખ્યામાં આવતા જન્મે તેને પહોંચી વળવા માટે દર વર્ષે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ મંદિરમાં ભાવિક ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મંદિરની આસ્થા લોકોમાં ખૂબ હોવાથી અહીં આગળ મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો દર્શનાર્થે ઉમટી પડે છે મંદિરની બહાર આવેલા કુંડમાં લોકો સ્નાન કરી ત્યારબાદ ભગવાન ભોળાનાથ ના દર્શન કરી શિવરાત્રી પર્વ એ વચન મેળવે છે અને આ માટે રાત્રે ૧૨ વાગ્યાથી જ અહીં લોકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.જો કે આજે શિવરાત્રી ની પૂર્વસંધ્યાએ આ તમામ આયોજનોને સંપૂર્ણપણે શાંતિ પૂર્વક પાર પાડવા માટે ગામના સરપંચ મિતેશભાઇ પટેલ તેમજ મંદિરના સંચાલન કરતા તેમજ સેવા આપનારા અનેક સેવાભાવી લોકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે

વાપી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..