Back

મહા શિવરાત્રીના દિવસે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે.......

બનાસકાંઠા

રિપોર્ટર. કમલેશ રાવળ

મહા શિવરાત્રીના દિવસે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે.......

ભારતીય સંસ્કૃતિમાં વિવિધ પવૉ ઉત્સાહો સાથે ધાર્મિક તહેવારોનું ધણું મહત્વ જોવા મળે છે તેમાંય દેવાધિદેવ એવા ભગવાન ભોળાનાથ શંકર મહાદેવની ભક્તિના પાવન પર્વ મહા શિવરાત્રીના દિવસે શંકરના મંદિરોમાં ધાર્મિક હષોઉલલાસ  સાથે આનંદભેર ઉજવણી કરનાર ધર્મપ્રેમીઓ શિવ ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામા અનેક પ્રાચીન અર્વાચીન શિવાલયો આવેલા છે દરેક શિવ મંદિરોમાં ૐ નમઃ શિવાય, બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. જિલ્લાના વિવિધ શિવ મંદિરો ઉપર વહેલી સવારથી શિવ ભક્તો દ્વારા ઉમટી પડીને દુધ,જળ અભિષેક, બિલીપત્રો સાથે ભોળાનાથ ભગવાનની પૂજા અર્ચના કરી અને ભાંગ- દુધનો પ્રસાદ લઈને આનંદ અનુભવતા હોય છે અને શિવરાત્રીના પર્વનો ઉત્સાહ સાથે શિવભક્તો નકોરડા ઉપવાસ એક ટાણા સાથે શિવ મગ્નન બનીને મહા શિવરાત્રીના પાવન પર્વએ શંકરના મંદિરોમા શિવ ભક્તોની સાથે ધર્મપ્રેમીઓ દર્શન કરવા ઉમટી પડીને અમૂક જગ્યાએ શિવ મંદિરોમા લોકમેળામા જઈને દર્શન તેમજ પ્રસાદનો લાભ લેતા હોય છે.......

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..