Back

સાર્થક વિદ્યામંદિર મોરબી એન્ટી ડ્રગ્સ તેમજ HP Gas માર્ગદર્શન સેમિનાર યોજાયો

 મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે પી.આઇ શ્રી જે.એમ.આલ સાહેબ અને તેમની ટીમ દ્વારા એન્ટી ડ્રગ્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને ડ્રેસ થી થતા નુકસાન અને કેવા-કેવા પ્રકારે કોઈપણ વ્યક્તિને નશાની લત લગાવવામાં આવે છે તેમજ આવા સમયે આપણે કેવા પગલા લેવા જોઈએ આપણે તથા અન્ય વ્યક્તિઓ આના વિશે જાગૃત બને તેઓ સંદેશ આપવામાં આવ્યો હતો. તથા તા.૨૦/૦૨/૨૦૨૦ ના રોજ HP Gas એજન્સી દ્વારા સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને ગેસ કનેક્શન, સબસીડી તેમજ અન્ય ગેસ ને લગતી વિવિધ પ્રકારની માહિતી સાથે-સાથે પ્રાથમિક સાવચેતી તેમજ પ્રાથમિક સારવાર અંગેની અન્ય ઘણી બધી માહિતી આપવામાં આવી હતી.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..