Back

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે શિવાજી જયંતી ની ધામધુમ થી ઉજવણી કરવામાં આવી

વઘઇ નગર માં આ રેલીમાં ભારે તાદાત્માં ગ્રામજનો તેમજ અલગ સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વઘઇ નગરમાં ડીજે ના સથવારે "જય શિવાજી - જય ભવાની ના જયઘોષ ના જયનાદ સાથે વઘઇ નગર ગુંજાયમાન થયો હતો.

રાષ્ટ્ર પ્રેમ તેમજ હિન્દૂ એકતાના પ્રતીક સમાં હિન્દુ સ્વ રાજયના સ્થાપક હિન્દુ હ્રદયસમ્રાટ અને મરાઠા શાસનના ઉચ્ચ રક્ષક એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વધઇ નગરના મરાઠા અને અન્ય સમાજ ના ગ્રામજનો દ્વારા અંબા માતાના મંદિર ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી છત્રપતિ શિવાજી ની ભવ્ય શોભાયાત્રા નો પ્રારંભ વઘઇ ના માતાજી મંદિરે થી કરાયો હતો જે શોભાયાત્રા  યાત્રા માં વઘઇ નગર ના અનેક લોકો જોડાઇ શિવાજી મહારાજ કી જય, જય ભવાની-જય શિવાજીના જયઘોષ સાથે શોભાયાત્રા જુદા જુદા વિસ્તાર માં ફરી અંબામાતા મંદિર ખાતે પુણઁ કરાઇ હતી ત્યાર બાદ મરાઠી સમાજ દ્રારા શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે અંબામાતાજી નાં પટાંગણ માં પ્રસાદી નુ પણ આયોજન કરાયુ હતુ જેંમાં આ કાર્યક્રમ માં આવનાર દરેક ગ્રામજનોએ પ્રસાદી નો લાભ લઇ ને ધન્યતા અનુભવી હતી આ શિવાજી જન્મ જયંતી ની ઉજવણી પ્રસંગ ને શોભાવવા વધઇ ના હિન્દુ સંગઠન દ્રારા ભારે જહેમત ઉઠાવીને કાયઁક્રમ ને સફળ બનાવ્યો હતો


આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..