Back

સુરત :પાંડેસરા બમરોલીમાં પત્તાપ્રેમી ઝડપાયા

સુરત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તિરૂપતિ સોસાયટી ના કારખાનામાં જુગાર રમતા લોકો ને પાંડેસરા પોલીસ દ્વારા ધરપકડ કરી રોકડા રૂપિયા ૫૧૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

            મળતી માહિતી મુજબ પાંડેસરા પોલીસને એવી બાતમી મળી હતી કે તિરૂપતિ સોસાયટીમાં પ્લોટ નંબર ૨૭/૨૮ના ત્રીજા માળ પર જુગાર રમાઇ રહ્યો છે.જેના આધાર પર પાંડેસરા પોલીસે ત્યાં છાપો માર્યો હતો.અને ત્યાં જુગાર રમતા પત્તાપ્રેમી જયેશ ચંદુ પટેલ,હરીશ કાંતિપ્રજાપતિ,લોકેશ પ્રકાશ પટેલ,હિતેન્દ્ર ચેલા પટેલ,સુનિલ બાબુ પટેલ,મહેશ બબલ પટેલ,અને કર્યો પરેશ મૂળચંદ પટેલની ધરપકડ કરી રોકડા રૂપિયા ૫૧,૭૫૦કબ્જે કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી