Back

નસવાડી ના નવગામા ની સીમ માંથી જુગાર રમતા ૬ જુગારીયા નસવાડી પોલીસે ઝડપી લીધા

નસવાડી ના નવગામા ની સીમ માંથી જુગાર રમતા ૬ જુગારીયા નસવાડી પોલીસે ઝડપી લીધા હતા દરોડા માં રોકડા ૧૫૬૫૦/- રૂપિયા મળી કુલ ૨૦૬૫૦/- રૂપિયા નો મુદ્દામાલ જપ્ત.કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



છોટાઉદેપુર જિલ્લાની નસવાડી પોલસે બાતમીના આધારે નસવાડી તાલુકાના નવગામા ની સીમ માં દરોડો પાડતા છ ઈસમો ભારતભાઈ ઉદેસિંહ બારીયા(રહે.ઉમરકોઈ), રાકેશ માનસિંગભાઈ તડવી (રહે. નવગામા), રમેશભાઈ છગનભાઈ નાયકા( રહે- નવગામા), વિજયભાઈ ઉકેળભાઈ નાયકા(રહે.  નવગામા), સંજય ભાઈ જેઠા ભાઈ નાયકા(રહે.નવગામા) ભરતભાઈ હટીયાભાઈ રાઠવા(રહે.નવગામા વસાહત) નાઓ પોલીસે પકડી પાડયા હતા અને  રોકડા રૂપિયા ૧૫૬૫૦/-  સહિત ૨૦૬૫૦/- રૂપિયાનો  મુદ્દામાલ  પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે