Back

સુરતઃ ભાટીયા ટોલપ્લાઝા પર કેશની બે લાઇનો નહીં થાય

સુરતમાં આવેલા ભાટિયા ટોલ પ્લાઝા પર  સ્થાનિકો GJ05અને GJ19 ને સંપૂર્ણ રીતે ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે તે બાબત વિસે ગામેગામ અને અનેક વિસ્તારોમાં આંદોલનો ચાલી રહ્યા છે.અને આ બાબતેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પણ અાપવાના છે.ત્યારે આજે સુરત જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા સાંસદ સી.આર .પાટીલ ,મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી,સહિતના અનેક ધારાસભ્યો અને નેશનલ હાઇવે ઓથોરિટિ તથા ટોલ નાકાના સંચાલકો હાજર રહ્યા હતા.કેશની બે લાઇન કરવા બાબતે  ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.જેમાં જવાબમાં ઉપરી અધિકારીઓને પૂછીને ૨૪કલાકમાં જવાબ આપીશું.આ સાંભળતાની સાથે જો ૨૪ કલાક માં આનું નિરાકરણ નહીં આવે તો લડત ની પણ ચીમકી આપી હતી.