Back

નેત્રંગ : ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા થવા આશ્રમે "વ્યસન મુક્ત ભારત" કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ તાલુકાના થવા ગામે ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા "વ્યસન મુક્ત ભારત" તા.૧૬/૦૨/૨૦૨૦ના રોજ થવા આશ્રમ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાં ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા "વ્યસન મુક્ત ભારત" રથ શરૂ કરવામાં આવ્યો છે. આ રથ ૧૬મી ફેબ્રુઆરી ના રોજ થવા આશ્રમે આવી પોહચ્યો ગતો. આ આશ્રમ ખાતે અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ ને ડિજિટલ ડિસ્પ્લે ઉપર નિહાળ્યો હતો.

વ્યસન મુક્ત ભારત અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ દેશના યુવાનો ઉપર અસરકારક હકારાત્મક પ્રભાવ પાડી શકે છે. દારૂ,ગુટખા, બીડી,તમાકુ,સિગારેટ, ગાંજો જેવા દૂષણો સમાજના નવયુવાનો ને બરબાદ કરી રહ્યા છે. ત્યારે આ નડતર પ્રયોગ થકી સમાજને એક ઉત્તમ સંદેશ મળશે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..