Back

નેત્રંગ : ૧૧ માસના સમયગાળામાં ૯૪૩ વિધવા સહાય માટેના ફોર્મ મામલતદાર કચેરીમાં જમા થયા.

રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ મામલતદારે પોસ્ટર માસ્ટર સાથે રૂબરૂ મુલાકાત કરી તાત્કાલિક ખાતા ખોલવા માટે સૂચના આપી.

નેત્રંગ તાલુકામાં ૧૧ માસના ટૂંકા સમયગાળામાં જ વિધવા સહાય મેળવવા માટેના ૯૪૩ ફોર્મ નેત્રંગ મામલતદાર કચેરીમાં જમા થયા.તો બીજી તરફ વિધવા મહિલાઓને સહાયનો લાભ વહેલી તકે મળે તે માટે નેત્રંગ મામલતદાર એલ.આર.ચૌધરીએ અંગતરસ લઈને પોસ્ટર માસ્ટર સાથે રૂબરૂ મુલાકાત કરીને તાત્કાલિક ખાતાઓ ખોલવા માટે સૂચના આપતા વિધવા મહિલાઓ માં આનંદની લાગણી ફરી વળી.

રાજ્ય સરકાર દ્વારા વિધવા પેન્શન યોજના માં ફેરબદલાવ કરતાં નવા નિયમો મુજબ વિધવા પેન્શન આપવાની જાહેરાત થયા બાદ નેત્રંગ તાલુકાના ૭૮ ગામોમાંથી તારીખ ૦૧/૦૪/૨૦૧૯ થી લઈને ૦૪-૦૧-૨૦૨૦ ના ૧૧ માસના સમયગાળા દરમિયાન ૯૪૩ વિધવા બહેનોને વિધવા સહાય પેન્શન મેળવવા માટે જરૂરી આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરીને જમા કરાવેલ છે. તે પૈકી આજદિન સુધીમાં આશરે ૮૦૦ જેટલા ફોર્મ ચકાસીને મામલતદાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.અન્ય બાકી રહેતા ફોર્મની ચકાસણી ચાલી રહી છે.

વિધવા પેન્શન યોજના હેઠળ દરેક મહિલાઓએ જે તે વિસ્તારની પોસ્ટ ઓફિસમાં પોતાના ખાતા ખોલવાના હોય છે. ત્યારે ખાતાઓ વહેલી તકે નહીં ખોલવામાં આવતા હોવાથી વિધવા સહાય ફોર્મ મંજૂર થયેલ હોય તેવી વિધવાઓને પેન્શન જલ્દી મળી શકતું નથી.ખાતા ખોલાવવા માટે પોસ્ટ ઑફિસમાં ધરમધક્કા ખાવા પડતા હોઈ છે.

ત્યારે વિધવા બહેનોને સમસ્યાઓને ધ્યાન પર લઈને નેત્રંગ ના મામલતદાર એલ.આર.ચૌધરી દ્વારા ૧૯મી ફેબ્રુઆરીના રોજ નેત્રંગ મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્તર ને રૂબરૂ મુલાકાત કરીને જેટલી વિધવા બહેનોના પોસ્ટમાં ખાતા ખોલવાના બાકી હોઈ જે તાત્કાલિક ધોરણે ખાતાઓ ખોલવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. વિધવા બહેનોને સરકાર ની વિધવા સહાય પેન્શન યોજનાનો બને તેમ જલ્દી થી લાભ મળે તે બાબતે ખાસ ધ્યાન આપતા વિધવા મહિલા બહેનોમાં આનંદની લાગણી ફરિવળી છે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..