Back

હળવદ તાલુકા સુસવાવ ગામે ગૌ આધારિત ખેતીની દિશા ચિંધતા સર્વમંગલ ગૌશાળાના શ્વેત વૈકુંઠદાસ સ્વામી

ગૌ આધારિત ખેતીની દિશા ચિંધતા સર્વમંગલ ગૌશાળાના શ્વેત વૈકુંઠદાસ સ્વામી

હળવદ: હળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ ગૌશાળાઅે પંથકના ખેડુતોને નવો રાહ ચીંધ્યોછે  બજારમા મળતા કેમીકલયુક્ત ખાતર અને જેરી દવા ઓને જાકારો આપી ગૌમુત્ર આધારીત ખેતી કરી ખેડુતોની જેરી થતી જમીન તેમજ દવાઓ પાછળ થતા ખર્ચને બચાવવા સર્વમંગલ ગૌશાળાના સ્વામી પ્રયત્ન કરી રહ્યા છે સાથો સાથ ગૌ માતાનું અસ્તિત્વ ટકાવવા અથાગ મહેનત કરી રહ્યા છે

છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ખેતીમાં રાસાયણિક ખાતરો  અને વિલાયતી પાક સંવરક્ષક ઝેરી દવાઓના અતિરેકથી ચાર દશકમાં આપણી સુજલામ-સુફલામ કહેવાતી ખેતી ભંગાણના આરે આવીને ઉભી છે. ખાતરોના અને દવાઓ ના  અતિરેકથી જમીનો નિજીવ થઈ જતા ખેડુતો દિવસ-રાતની મહેનત છતાં ઉચીત અને ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકાતું નથી. છેલ્લા ત્રણ દશકમાં પર્યાવરણને થયેલ નુકસાન અને સતત આવતી વરસાદની અછતે તેમજ ક્યારેક વધુ ને  ખેડુતોને પાયમાલ કરી દીધા છે. માનવ અને પશુ-પક્ષીઓમાં અકલ્પનીય એવા રોગોની વૃદ્ધિ થઈ રહી છે. કેન્સર, કિડની, માઈગ્રેન, સ્કીન, ટીબી, બી.પી. અને સુગર જેવા ક્રોનિક રોગોની વૃદ્ધિ થઈ રહી છે. છેલ્લા એકાદ દશકમાં ગૌ આધારીત જેવિક ખેતી દ્વારા કેટલાક પ્રગતિશીલ ખેડુતો ફળ, ફુલ, શાકભાજી અને અનાજ સહિત તેલીબીયાઓના પાકમાં મબલખ ઉત્પાદન મેળવી ન્યાલ થઈ રહ્યા છે. એક ગાય ૩૦ એકર (૭૫ વિઘા) જમીન માટે ચમત્કારી પરિણામ આપવા સક્ષમ છે પરંતુ આપણે પરંપરાગત જૈવિક ખેતી છોડીને રાસાયણિક ખાતરો અને દવાઓ તરફ વળી વિનાશ નોતર્યો છે.

ત્યારે હળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ સર્વમંગલ ગૌશાળાના શ્વેત વૈકુંઠ દાસજી સ્વામી દ્વારા ગૌ મૂત્ર અને ગૌમાતાના ગોબરમાંથી બનતું ખાતર ખેડૂતોને કેટલું ઉપયોગી થાય છે તેની ખેડૂતોને વિશેષ માહિતી આપી ખેડૂતોને ગૌ આધારિત ખેતી તરફ વળવા જણાવી રહ્યા છે સાથે જ અહીં પણ ગૌ આધારિત ખેતી કરવામાં આવે છે

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..