Back

હળવદ: યુનિક હોસ્પિટલ ખાતે રવિવારે મેગા મેડિકલ ફ્રી નિદાન કેમ્પ યોજાશે

હળવદ: યુનિક હોસ્પિટલ ખાતે રવિવારે મેગા મેડિકલ ફ્રી નિદાન કેમ્પ યોજાશે

 યુનિક હોસ્પિટલ અને આર સી સી સિનિયર સિટીઝન ક્લબ ઓફ હળવદ દ્વારા કરાયું આયોજન: દર્દીઓને લાભ લેવા અનુરોધ

હળવદ: હળવદ શહેરમાં આવેલ યુનિક હોસ્પિટલ ખાતે આગામી રવિવારના રોજ મેગા સિંઘમ મેડિકલ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જરૂરિયાત મંદ દર્દીઓએ લાભ લેવા હોસ્પિટલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

ખાસ કરીને ગરીબ દર્દીઓ મોટી હોસ્પીટલોમાં સારવાર મેળવવા તેમજ નિદાન કરાવવા બહુ ઓછા જતા હોય છે ત્યારે હળવદમાં યુનિક હોસ્પિટલ અને આરસી સિનિયર સિટિઝન કલબો હળવદ દ્વારા યુનિક હોસ્પિટલ ખાતે મેગા મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જરૂરિયાત મંદ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા જણાવાયું છે

તારીખ ૨૩/૨/૨૦૨૦ ને રવિવારના રોજ યુનિક હોસ્પિટલ ખાતે યોજાનાર મેગા મેડિકલ ફ્રી નિદાન કેમ્પમાં હૃદયના તમામ પ્રકારના રોગના નિષ્ણાંત,નવજાત શિશુ તથા બાળ રોગના નિષ્ણાંત, સ્ત્રીરોગોના નિષ્ણાંત,સાંધા બદલવાના તથા હાડકાંના તમામ રોગો ના નિષ્ણાંત,નાક કાન ગળા ના તમામ પ્રકારના રોગોના નિષ્ણાંત,ચામડી તથા વાળ ના તમામ રોગો ના નિષ્ણાંત ડાયાબિટીસ ના નિષ્ણાંત સહિતના આ કેમ્પમાં ૧૦ ડૉક્ટરોની હાજર રહેશે

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..