Back

નેત્રંગ : સજાણવા ગામના મુખ્ય રસ્તા ને લઈ તાલુકા સત્તાધિશો ને વારંવાર રજુઆત કરવા જતાં આંખ આડા કાન કરે છે.રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.

૭૪૯૦૯ ૫૩૯૦૯ 


નેત્રંગ તાલુકાના સજાણવા ગ્રામપંચાયત ધોલી ડેમ સિંચાઇ હેઠળ અસર ગ્રસ્ત હોવા છતાં ખાખરીથા(ક) માં છેલ્લા ૧૫-૨૦ વર્ષથી સ્ટેશને થી ગામ જતો મુખ્ય રસ્તો બન્યો નથી. તાલુકા સત્તધીશોને તથા આ વિસ્તારના ધારાસભ્ય ને પણ ગામના સરપંચ તરીકે ત્રણ વર્ષથી વારંવાર રજુઆત કરી હોવા છતાં ગામના રસ્તા ની હાલત બદતર છે.કોઈ પણ તાલુકાના સત્તાધિશો સાંભળવા તૈયાર નથી , ગામના સરપંચ તરીકે તાલુકા કક્ષાએ પ  જયારે જયારે આયોજન થાય છે. ત્યારે ઠરાવો આપ્યા છે. અને રજુઆત પણ કરી છે. છતાં તાલુકા સત્તાધિશોની કિન્નખોરી ને લીધે અમારી પંચાયત પ્રત્યે બેદરકાર રખાય છે.હવે તમામ ગામ લોકો ભેગા મળીને નક્કી કર્યું છે.કે એવા પક્ષ ને અમારો કિંમતી મત આપીશું જે ઓ અમારો રસ્તો બનાવી આપે અને ચૂંટણી સમયે લોલીપોપ જેવા જુઠ્ઠા વાયદાઓ થી ગુમરાહ કરનાર પક્ષ ને મત નહિ આપીએ એવી ચીમકી આપીએ છીએ.ભલે ને પછી ભાજપ,કોંગ્રેસ કે BTP હોઇ.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..