Back

વઘઇ નજીક રંભાસ પાસે દ્રાક્ષ ભરેલો આઇસર પલ્ટી

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં રંભાસ ગામ નજીક દ્રાક્ષ ભરેલો આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો..
ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રનાં વણી તરફથી દ્રાક્ષનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.આર.જે.૩૯જી.એ.૨૫૨૦ જે વઘઇથી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં રંભાસ ગામ નજીકનાં કૃષિ ફાર્મ નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે દ્રાક્ષનાં જથ્થાનો કચ્ચરઘાણ વળી જવાની સાથે માલિકને જંગી નુકસાન થયુ હતુ, આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પાને પણ જંગી નુકસાન થયુ હતુ, જ્યારે ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની વઘઇ સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી..                

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..