Back

જામનગર મા એસઓજી મા પીએસઆઇ વી.કે ગઢવી એટલે ખાખીમાં જીવતું કવિ હૃદય અંદાજે 100 જેટલા કાવ્યો અને ગઝલો ની રચના કરી ચુક્યા છે

ધ્રોલના પી.એસ.આઇ વી.કે ગઢવીની જામનગર ખાતે બદલી

વી.કે ગઢવી એટલે ખાખીમાં જીવતું કવિ હૃદય અંદાજે 100 જેટલા કાવ્યો અને ગઝલો ની રચના કરી ચુક્યા છે


મહોબ્બત કી હૈં હમને ઉસસે ઈસ કદર, આપકો સાયદ યકીન નહીં હોગા... 

સીના ચીર કર દેખલો હમારા,ઉસમે ખ્યાલ "ખાખી"કા હીં હોગા... 


જબ તક તન પે હેં "ખાખી" અગર મીલેંગે દેશ કે દુશ્મન તો ઉસકે નર્ક જેસા હીં હાલ હોગા... 

ઇસ્તફાક સે હમ અગર ચિરનિંદ્રામેં સો જાયે તો કફન કા ખ્યાલ ભી "ખાખી" કા હોગા... 


હમારી સાયરી મેં એક સે બઢકર એક શેર હોગા... 

લેકિન ઉસ શેર કા એક-એક શબ્દ "ખાખી"કા હોગા... 

                             "ખાખી"જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં છેલ્લા દોઢેક વર્ષ થયા ફરજ બજાવતા પી.એસ.આઇ વી.કે ગઢવીની જામનગર ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી) માં બદલી થતા ધ્રોલ વાસીઓએ પ્રથમ દ્રષ્ટિએ થોડો અફસોસ વ્યક્ત કર્યો છે. કારણકે ગુનેગારોને ગુનાહખોરી પર ગઢવીની મજબુત પકડ મેળવી હતી  તો તેમની ધ્રોલ ખાતે ફરજ દરમિયાન અનેક ગુનેગારોએ વનવાસ લઇ લીધો હોય તેવું પ્રતીત થતું હતું.

ધ્રોલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિપુર્ણ જાળવી રાખનાર આ પોલીસ અધિકારીની જામનગર ખાતે બદલી થઇ છે. ત્યારે તેમના શુભેચ્છકો અને સહરિજનોમા દુઃખની લાગણી પણ પ્રસરી હતી. બીજી જાણવા જેવી અને મજેદાર વાત એ છે કે, પી.એસ.આઇ ગઢવી પોલીસ તંત્રમાં પ્રસંશનીય ફરજ ની સાથે સાથે સાથે એક કવિ હૃદય પણ ધરાવે છે. તેમણે અત્યાર સુધીમાં સો જેટલી કવિતાઓ અને ગઝલો લખીને પોતાની સાહિત્ય પ્રત્યેની લાગણીઓ ગઝલ અને કવિતાઓમાં ઉતારી છે.

વી કે. ગઢવી મૂળ કલ્યાણપુર તાલુકાના, દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામના વતની છે. તેઓ વર્ષ 2013થી પોલીસબેડામાં જોડાયા   તેઓ સૌપ્રથમ બોટાદ જિલ્લામાં મુકાયા હતા. બોટાદ જિલ્લાના ગઢડા, પાળીયાદ તેમજ બોટાદ શહેરમાં પ્રશંસા પાત્ર કામગીરી બજાવી  ત્યાર બાદ જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં મુકાયા હતા.


અહીં પોતાની આગવી સૂઝબૂઝ અને કુનેહતા બતાવીને ગઢવીએ ગુનાખોરી ડામવા નોંધપાત્ર ફરજ બજાવી હતી. પ્રણાલીગત  ફરજનિષ્ઠાને કાબિલેદાદ કામગીરી મા ફેરવીને શ્રેષ્ઠ કામગીરી કરતા જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના હસ્તે તેઓ સન્માનિત થયા છે.

 

ધ્રોલ શહેરના પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ સુધી  ફરજ બજાવનાર આ પી.એસ.આઇની કામગીરી પોલીસ તંત્રમાં ઊડીને આંખે વળગે તેવી જણાતા જિલ્લા પોલીસ વડા દ્વારા તેમને હાલ ધ્રોલથી જામનગર એસ.ઓ.જી. માં પીએસઆઈ તરીકે નિમણૂક આપવામાં આવી  છે.


પોલીસ તંત્રમાં છેલ્લા છ વર્ષથી વધુની  ફરજ દરમિયાન પીએસઆઈ ગઢવી એ ચોરી, લૂંટ તેમજ ખૂન અને પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીઓને પકડવાની સમયાંતરે ઉડીને આંખે વળગે તેવી પ્રસંશનીય કામગીરી કરી હતી.


"મહોબ્બત કી હૈં હમને ઉસસે ઈસ કદર, આપકો સાયદ યકીન નહીં હોગા…

સીના ચીર કર દેખલો હમારા,ઉસમે ખ્યાલ “ખાખી”કા હીં હોગા…"


"હમારી સાયરી મેં એક સે બઢકર અેક શેર હોગા…

લેકિન ઉસ શેર કા એક-એક શબ્દ “ખાખી”કા હોગા…"


 આ ઉપરોક્ત પંક્તિ ઓ પણ ખાખી વર્દી માં પીએસઆઇ વી.કે ગઢવીની છે

 પોલીસ તંત્રની ફરજ દરમિયાન પોતાને જ્યારે નવરાશના  સમયને પોતાની અલગ રચના અને  સાહિત્ય પ્રત્યે લગાવને લીધે  કવિતાઓ અને ગઝલ રચના કરી  છે.


તેઓ એ એક રચનાકાર તરીકે તેમણે પોતાનું ઉપનામ “ખાખી” રાખ્યું છે જે એ આપણે જણાવે છે કે પોતાની ફરજ દરમ્યાન ધારણ કરેલી વર્દી પ્રત્યે અતૂટ પ્રેમ અને સ્નેહ સૂચવે છે."ખાખી" ને ખરાબ સમજી ગાળો ભાંડનારા કંઈક મળશે..

પરંતુ અંતરથી ઓળખી સાચું સમજનારા કોઈક જ મળશે..

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..