Back

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનથી પીગળી સુધીના સંખ્યાબંધ ગામો ને જોડતો બિસ્માર માર્ગેથી પ્રજા પરેશાન..

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા


કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનથી પીગળી સુધીના ચાર કિલોમીટર લાંબો  મોટાભાગના ગામો ને જોડતો ડામરનો રોડ બિસ્માર માર્ગે બની ગયો હોવાથી અહીં ચાલતા વાહનચાલકોને ભારે મૂશ્કેલી પડી રહી હોવા આ માર્ગને સત્વરે રિ-કાર્પેટ કરવા,પહોળો કરવા તેમજ પીગળી ગામે આવેલી કવચ નદી ઉપરનું નાળુ જર્જરિત હાલતમાં હોય તે જવાબદાર તંત્ર દ્વારા વાહનચાલકો તથા ગ્રામજનોની પરેશાનીઓ અને સમસ્યાઓનો વેહલામાં વહેલી તકે ઉકેલ આવે તેવી લેખિત રજૂઆત કાલોલના એડવોકેટ પી.પી. સોલંકી દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ કાલોલ તેમજ કાર્યપાલક ઇજનેર શ્રી(આર.એન્ડ બી વિભાગ)સ્ટેટ, ગોધરા ને કરવામાં આવી છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..