Back

ડાંગરીયા કબીર મંદિરના પટાંગણમાં મહંત શ્રી જ્ઞાની દાસજીની પ્રથમ પરિનિરવાણ પુણ્ય સ્મૃતિ ની યાદમા શોભાયાત્રા કાઢવામાં આવી હતી

  તા.૦૧/૦૧/૨૦૨૦ ના રોજ દેવગઢ બારીઆ તાલુકા ના ડાંગરીયા ગામે કબીર મંદિરના પટાંગણમાં ૧૦૮ મહંત શ્રી જ્ઞાની દાસજી સાહેબ ગુરુ શ્રી પ્રયાગદાસજીસાહેબની પ્રથમ પરિનિરવાણ નાં અનુસંધાને પુણ્ય સ્મૃતિ ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગરીયા મુકામેથી બારીઆ સુધી કબીર સંપ્રદાયના સંતશ્રીઓ દ્વારા ૧૦૮ મહંત જ્ઞાનદાસજીના પ્રથમ પરિનિરવાણની યાદમા બેન્ડવાજા સાથે બહેનોએ માથાં પર કળશ રાખી શોભાયાત્રામાં જોડાઈ હતી. સંતશ્રીઓએ બગી માં સવારી કરી હતી. આ શોભાયાત્રા ડાંગરીયા કબીર મંદિરેથી નીકળી સ્ટેશન રોડ, કન્યાશાળા રોડ, ટાવર શેરી થઈ ડાંગરીયા કબીર મંદિરે આવી પહોચી હતી. મહંતશ્રીઓએ કબીર સાહેબ નાં દર્શન કર્યા હતા. ત્યાર પછી તેમનું પુષ્પગુચ્છથી આરોગ્ય સમિતિ નાં ચેરમેન શ્રી જુવાનસીગ પટેલ, ડાંગરીયા ગામના સરપંચ શ્રી જબ્બરસિહ અને પ્રેમ પ્રકાશ ભક્ત મંડળ નાં સભ્યોએ સ્વાગત કર્યુ હતુ તથા ભંડારા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

 

વાત્સલ્ય ન્યુઝ 

દેવગઢ બારીઆ