Back

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈન બુકિંગ housefull હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ અટવાયા.



નર્મદા -અનિષખાન 


દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી  જોવા પ્રવાસીઓની સંખ્યા માં રોજ-બ-રોજ વધારો થઈ રહ્યો છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગેલેરી ની ટિકિટ 10 મી જાન્યુઆરી સુધી  ની ઓનલાઇન બુકિંગ થઇ જતા પ્રવાસીઓ અટવાયા છે.  કેવડિયા ખાતે ટેન સીટી  અને હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓ ગેલેરીની  ટિકિટ લેવા જતા તેઓને ટિકિટ મળી ન હતી  ત્યારે હોટલ સંચાલકો અને ટેન સીટી  સંચાલકોની માંગ છે કે તેમને ત્યાં રોકાતા પ્રવાસીઓ માટે ટિકિટ રિઝર્વ રાખવામાં આવે.

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે દેશ-પરદેશથી હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ વર્ષે છેલ્લા ૨૦ દિવસથી પ્રવાસીઓનો સતત ઘસારો રહ્યો છે. જો છેલ્લા 20 દિવસની વાત કરીએ તો બે લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી ચૂક્યા છે ત્યારે મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ ટેન સીટી . ખાનગી  હોટલો. તેમજ ગેસ્ટ હાઉસમાં. રોકાયેલા પ્રવાસીઓ.  રોકાણ કર્યા બાદ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાય છે ત્યારે તેમને ગેલેરી જોવાની ટીકીટ ન મળતા તેઓને નિરાશા જોવા મળી હતી હાલમાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હોટલ અને ટેન્ટમાં રોકાયાં હતાં ટિકિટ ન મળતા ગાંધીનગર સુધી ફરિયાદ કરવામાં આવી છે

બીજુ હોટેલ સંચાલકો અને ટેન સીટી સંચાલકોનું કહેવું છે કે અમારે ત્યાં રોકાતા પ્રવાસીઓ માટે ટિકિટ નો કોઠો રિઝર્વ રાખવામાં આવે. 

ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..