Back

રાજુલા માં ૭૧માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરાઈ

ન્યુજ

અમરેલી

રાજુલા માં ૭૧મા પ્રજાસ્તાક પર્વની ઉજવણીમા આરોગ્ય વિભાગને એવૉર્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત...


અમરેલી જીલ્લા કક્ષાની પ્રજાસ્તાક પર્વની ઉજવણી બાલકૃષ્ણ વિદ્યાપીઢ રાજુલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌથી વધારે એવોર્ડ તથા પ્રમાણપત્ર આરોગ્ય વિભાગે મેળવેલ.જેમા વાહકજન્ય રોગચાળા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ જીલ્લા કક્ષાએ ફરજ બજાવતા સુપરવાઇઝરશ્રી પી.એફ.બુહા & શ્રી જે.કે.રાજયગુરુને માન.શ્રી કલેકટર સાહેબ દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા...

તેમજ જે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો & સામુહીક આરોગ્ય કેન્દ્રો દ્વારા સ્વચ્છતા અભિયાનમા સારી કામગીરી કરાઈ છે તેમને કાયાકલ્પ એવૉર્ડથી સન્માનિત કરવામા આવેલ જે આરોગ્ય વિભાગ અમરેલી માટે ગર્વની બાબત છે તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ & ઇએમઓ ડૉ.એ.કે.સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ ડૉ.એન.વી.કલસરિયા & સંજયભાઈ દવે દ્વારા તૈયાર કરવામા આવે આયુષમાન ભારત થીમ અંતર્ગત ટેબલુ & આરોગ્ય સ્ટોલમા પી.એન.ડી.ટી. સેલ દ્વારા "બેટી બચાઓ બેટી પઢાઓ"અભિયાન અંતર્ગત રાજય સરકારના દીકરીઓ બચાવવાના અને ભણાવવા અંગેના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરી જીલ્લાકક્ષાના અધિકારીઓ & પદાધિકારીઓ દ્વારા સહી ઝુંબેસ કરવામા આવેલ જેની હાજર લોકોમા આ નવતર પ્રયોગની ચારે તરફથી ભરપુર પ્રશંસા થયેલ તેમજ તાલુકા હેલ્થ કચેરી રાજુલા દ્વારા આરોગ્ય વિષયક સારી કામગીરી કરવામા આવી રહી છે જે યાદીમા જણાવેલ છે...


શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..