Back

CAA કાયદાના સમર્થનમાં વડાપ્રધાનને 35,000થી વધુ પત્રો મોકલાયા

CAA કાયદો લાવવા બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહ ને મોરબી જીલ્લા દ્વારા અભિનંદન આપતા આશરે 35000 થી પણ વધારે પત્રો લખવામાં આવેલ અને મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય જમા કરાવેલ હતા. જે મોરબી પોસ્ટ ઓફિસ જમા કરાવવામાં આવ્યા હતા. જેમાં જીલ્લા પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, જીલ્લા મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, હિરેનભાઇ પારેખ, પૂર્વ મોરબી તાલુકા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, સહિત હોદેદારો તથા કાર્યકર્તાઓએ હાજરી આપેલ હતી

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..