Back

૨૪ કલાક બાદ ઠંડી વધશે વરસાદની સંભાવના નથી

 વેસ્ટન ડિસ્ટર્બન્સ થી વાતાવરણમાં સ્થિરતા ઠંડી ઘટી

ગત સપ્તાહની શરૂઆતથી જ ઠંડીમાં આંશિક ક્રમશ  ઘટાડો થવો શરૂ થયા બાદ હવામાન વિભાગની આગાહી મુજબ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં સ્થિરતા સર્જાઈ હતી અને સવારથી જ વાદળોનો હાજરીને કારણે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો અનુભવ્યું હતો 28 29 જાન્યુઆરીથી ફરી ઠંડીનો ચમકારો અનુભવ્યો છે 29 જાન્યુઆરી થી ફરીથી લઘુતમ તાપમાન નોર્મલ આસપાસ કે તેથી નીચું જવાની પણ સંભાવના હોવાથી જાન્યુઆરી માસના અંતે ઠંડીનો ચમકારો અનુભવાયો છે પંથકમાં વરસાદની સંભાવના ન હોવાનું હવામાન સૂત્રોએ દ્વારા જાણવા મળી રહ્યું છે વાદળછાયા વાતાવરણના કારણે ચણામાં ઇયળો નો ઉપદ્રવ  થવાથી ચણાના પાકને નુકસાન થવાથી ચિંતા ખેડૂતોને સતાવી રહી હોવાનું વધારે ખેડૂતો જણાવી રહ્યા છે

મેઘરજ ભરતસિંહ ઠાકોર (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર)

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..