Back

રાજપીપળા નગરપાલિકા ખાતે PMAYના લાભાર્થીઓ પાસે રાષ્ટ્રહિત માટે મહત્વના શપથ લેવડાવાયા

રાજપીપળા નગરપાલિકા ખાતે PMAYના લાભાર્થીઓ પાસે રાષ્ટ્રહિત માટે મહત્વના શપથ લેવડાવાયા


રાજપીપળા પાલિકા ખાતે યોજાયેલા ૭૧માં પ્રજાસત્તાક દીને લાભાર્થીઓ એ શપથ લીધા.


 રાજપીપળા : જુનેદ ખત્રી


રાજપીપળા નગરપાલિકા ખાતે ૨૬મી જાન્યુઆરી ૭૧ માં પ્રજાસત્તાક દીને અંગીકાર અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને શપથનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.


પાલિકાના અધિકારી, પદાધિકારીઓ, સદસ્યોની હાજરીમાં શપથ લેવડાવ્યા જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક નહિ વાપરવા, સમુદાયોમાં શાંતિ,સુમેળ અને સુસંગત જીવનને પ્રોત્સાહન આપવા, મહિલા, બાળકો અને વૃદ્ધોની રક્ષા કરવા, પાણીના દરેક ટીપાંને બચાવીને પાણીનું જતન કરી તેનો વ્યય નહીં કરવા, વરસાદી પાણીનો સંગ્રહ કરવા, ઉર્જાનો બગાડ નહીં કરવા,વીજળીનો બચાવ કરવા,વધુ વૃક્ષ વાવી પર્યાવરણ નું રક્ષણ કરવા,ભીના અને સુકા કચરા નો અલગથી નિકાલ કરવા સહિતના સંકલ્પ લેવડાવ્યા હતા.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..