Back

મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન બીલીમોરા ખાતે કરવામાં આવ્યું

કે .બી .પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ હોલ બીલીમોરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન એ મહાદાન ના વિધાન ને સાર્થક કરતા શહેરના યુવા મિત્રો અને મહિલાઓ સહભાગી બની રક્તદાન કર્યું હતું એમાં કુલ ૩૦૧ બોટલ જેટલું રક્ત એકત્રિત કરી માનવતાનું પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે બીલીમોરા નગરપાલિકાના પ્રમુખશ્રી મનીષભાઈ નાયક શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રજ્ઞેશ પટેલ શાસક પક્ષના નેતાશ્રી યતીન મિસ્ત્રી તેમજ બ્લુ મુન ના માલિક શ્રી અમિત મિસ્ત્રી નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ સક્રિય કાર્યકર શ્રી કીર્તિભાઇ મિસ્ત્રી તેમજ ગણદેવી તાલુકાના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ યુવા મિત્રો ની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી 

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..