Back

પંચમહાલની તિરંદાજ પ્રેમિલા બારીયાએ જીલ્લાનૂ નામ કર્યુ રોશન, જાણો કેમ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી
ઘોઘંબા તાલુકાના નાના એવા બોર ગામની પ્રેમીલાબેન બારીયા આવતા જૂન-જુલાઇ માસમાં જાપાનના ટોક્યો ખાતે યોજાનાર ઓલમ્પિક રમતો ના ભારત સરકાર ના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવતા સિલેક્શનમાં સમગ્ર ભારતમાંથી માત્ર આઠ તીરંદાજો નું સિલેક્શન કરવાનું હતું તેમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બોર ગામની પ્રેમિલા નું સિલેક્શન થતા સમગ્ર પંચમહાલ સાથે ગુજરાત રાજ્ય પ્રેમિલા પર અભિનંદનની વર્ષા વરસાવે છે.

   ૧૨૬ કરોડ ની વસ્તીમાંથી માત્ર એક હજારની વસ્તી ધરાવતા બોર ગામ નું રતન માત્ર આઠ ની પસંદગી કરવાની હોય અને દીકરીની પસંદગી થાય એ ખરેખર ઘોઘંબા તાલુકા માટે આણંદ અને ગૌરવની લાગણી છે.

   હાલમાં નડિયાદ ખાતે આર્ટસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી પ્રેમિલા પૂના ખાતે તીરંદાજીની ઓલમ્પિક ક્વોલિફાઇડ સ્પર્ધામાં દેશભરના પ્રતિસ્પર્ધી સામે માત્ર ૮ ખેલાડીઓની પસંદગીમા પ્રવેશ મેળવ્યો છે.

  જ્યારે અગાઉ ઓલિમ્પિકમાં દેશનું બે વખત તીરંદાજીમા પ્રતિનિધિત્વ કરનાર ઝારખંડની દીપિકા કુમારી ને માત આપી આઠમાં પસંદગી થાય છે. હવે ઓલમ્પિકના શરૂઆત પહેલાં આ ૪૦ દિવસ પહેલા પણ ઉપરોક્ત 8 રમતવીરોમાં થી ત્રણ નું સિલેક્શન કરવામાં આવશે અને ત્યારબાદ પસંદગી થશે તો તે જાપાન ખાતે યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવા જશે.

      ઝારખંડની દીપિકા કુમારીને માત આપી આઠમા પસંદગી થઈ.

આ અંગે પૂના ખાતે સિલેક્શન વખતે પ્રેમીલ સાથે ગયેલા કોચ ના જણાવ્યા મુજબ હવે ત્રણ ઇન્ટરનેશનલ રમતોત્સવમાં ભાગ લઇ જીતે ત્યારબાદ તેનું ૮ રમતવીરોમાં થી ત્રણ મા તેણે વધુ પોઇન્ટ્સ મેળવી જીત હાંસલ કરે તો ત્રણમાં તેની પસંદગી થાય તેવું જાણવા મળ્યું હતું.

જોકે ઓલિમ્પિક માટે  ફાઇનલ લિસ્ટ  ૩ ખેલાડીઓની પસંદગી ઓલમ્પિક શરૂ થવાના ૪૦ દિવસ અગાઉ થવાની હોવાથી પ્રેમીલાને ઓલિમ્પિક ક્વોલિફાઇર થવા માટે હજુ પ્રતીક્ષા કરવી પડશે સાથે તીરંદાજીમાં સખત પરિશ્રમ કરવો પડશે તેમ જાણવા મળે છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..