Back

અરવલ્લી જિલ્લા ભાજપ ના કાર્યાલય ખાતે CAA ના સમર્થન માં સભા યોજાઈ

અહેવાલ 

અરવલ્લી જિલ્લા ભાજપ ના કાર્યાલય ખાતે CAA ના સમર્થન માં સભા યોજાઈ.

નાગરિકતા સંશોધન કાયદો, CAA ના સમર્થન માં અરવલ્લી જિલ્લા ભાજપા ધ્વારા માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને CAA કાયદાને સમર્થન આપવા અને તેઅંગે શુભેચ્છા પાઠવતા "૨૨૫૦૦" પોષ્ટકાર્ડ લખાયા જે અનુસંધાને આ  પોષ્ટકાર્ડ નું આજ રોજ અરવલ્લી જિલ્લા કાર્યાલય, મોડાસા ખાતે થી મોડાસા પોષ્ટઓફીસ ખાતે રવાના કરવામાં આવ્યા.

 અરવલ્લી જિલ્લાના નાગરિકો દ્વારા નાગરિક સંશોધન કાયદો 2019ને સમર્થનમાં જિલ્લાના નાગરિકો દ્વારા વડાપ્રધાનને  અભિનંદન માટે 299  ગામના  693 વોર્ડમાંથી 1033 બુથોમાંથી લખાયેલાં 22,500 પોસ્ટ કાર્ડ એકસાથે પોસ્ટ કરાયા હતા.મોડાસાની મુખ્ય પોસ્ટ ઓફિસે જઈને કાર્યકરોએ  હાથલારીમાં 22,500  પોસ્ટ કાર્ડ રાખી "ભારતમાતા કી જય" ના સૂત્રોચ્ચાર સાથે  એક સાથે પોસ્ટ કરવામાં આવ્યા હતા.CAA કાયદા અનુસંધાને વિવિધ સ્વરૂપે કાર્યક્રમો યોજાયા તે અંગે ની સમિક્ષા કરી અને તે અંગે સારી કામગીરી બદલ કાર્યકર્તા અને હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા અને આગામી દિવસોમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો ની રૂપરેખા આપવામાં આવી હતી

  સાથે તમામ પોસ્ટકાર્ડ પોસ્ટ કરતા અગાઉ અરવલ્લી જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે  એક  બેઠકનું આયોજન થતા તેમાં જિલ્લાના હોદ્દેદારો, તાલુકા મંડળો,શહેર મંડળોના હોદ્દેદારો, જિલ્લા મોરચા સહિતના, જે તે તાલુકાના પ્રમુખ -મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભી, મહામંત્રી  શામળભાઈ પટેલ,નાગરિક સંશોધન કાયદો અભિયાન ઇન્ચાર્જ એસ.એમ.ખાંટ, સહ ઇન્ચાર્જ ગુણવંતભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ કાળુભાઇ , ઉપપ્રમુખ નીલાબેન મોડિયા,પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર,જિલ્લા કન્વીનર પ્રભુદાસ પટેલ તેમજ ,મોડાસા સહિત તમામ 6 તાલુકાના અને બે શહેર મંડલના તમામ અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મોડાસા કાર્યાલય થી 22500 પોસ્ટ કાર્ડ મોડાસા મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા  પોસ્ટ કર્યા હતા.

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..