Back

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીકથી રૂપિયા 1.20 લાખની કિંમતના 12 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધપરકડ કરી

ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં ઉતર છેડે સાંજનાં સમયે વડોદરા આર.આર.સેલ અને L.C.B પોલીસે વોચ ગોઠવી રિક્ષામાં 12 કિલો ગાંજો લઈને આવતા ફારૂક ડોનને ઝડપી લીધો હતો ભરૂચમાં ફરી ગાંજાનાં વેપારીઓ સક્રિય થયા હોય તે રીતે અગાઉ અનેકો વખત માદક ગાંજો જીલ્લામાંથી ઝડપાયો છે ત્યારે વડોદરા આર.આર.સેલનાં PSI રાજેન્દ્ર બ્રહમભટ્ટ સહિત પોલીસ સ્ટાફ ગોવિંદરાવ, અભિજીત અસ્લમ તેમજ સ્ટાફનાં માણસો અને ભરૂચ LCB PSI ઝાલાએ પાકી બાતમીને આધારે ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં ઉતર છેડે વોચ ગોઠવી હતી બાતમી મળી હતી કે કોઈક ઈસમ માદક પદાર્થનો જથ્થો લઈને આવી રહ્યા છે જેને પગલે બપોરે વોચ ગોઠવી હતી તે સમયે સુરત તરફથી રિક્ષા નં.GJ-16-V-2859 આવતા બાતમીને આધારે રોકી તપાસ કરતાં ગાંજાનો જથ્થો 12,004 કિલોગ્રામ કિંમત રૂ.1,20,040 સાથે સલ્લાઉદ્દીન ઉર્ફે ફારૂક ડોન અહેમદ ઇસર પટેલ રહેવાસી 202 ન્યુલુક એપાર્ટમેન્ટ સિટી કેર હોસ્પિટલ સામે જંબુસર બાયપાસ રોડ ભરૂચનો કે જે મૂળ વછનાદ વાગરાનો રહીશ છે તેની અટક કરી હતી પોલીસે સી-ડીવીઝન પોલીસ મથકમાં તેની સામે NDPS એકટ (1985) ની કલમ 20 બી મુજબનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ફારૂક ડોનનો ભૂતકાળ પણ તપાસ કરી રહી છે

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..