Back

સુરત જિલ્લાકક્ષાની ૨૬મી જાન્યુઆરીની ઉજવણી માંગરોળ તાલુકા મથકે થશે

સુરત જિલ્લાકક્ષાની તા.૨૬મી જાન્યુઆરી-૨૦૨૦, પ્રજાસત્તાક પર્વની ઉજવણી માંગરોળ તાલુકા મથકે પ્રવાસન, મત્સ્યોદ્યોગમંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના વરદહસ્તે ધ્વજવંદન સમારોહનો ભવ્ય કાર્યક્રમનો યોજાશે.

        તા.૨૬ મીએ સવારે ૯=૦૦ કલાકે માંગરોળ તાલુકાના કે.આઈ.મદ્રેસા ટ્રસ્ટના મેદાન, રેલ્વે ફાટકની પાસે ધ્વજ વંદન સમારોહ યોજાશે. ધ્વજવંદન બાદ જિલ્લા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ દળ, એનસીસી, ગૃહ રક્ષક દળ, પ્લાટૂનોની પરેડ અને માર્ચ-પાસ્ટ યોજાશે.

      જિલ્લાકક્ષાની આ ઉજવણીના ઉપલક્ષમાં તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ, સર્કલોને રોશનીથી શણગારવામાં આવશે. આ પ્રસંગે શિક્ષણ, ડી.આર.ડી.એ., આરોગ્ય, સુરક્ષા, વન વિભાગ, મહિલા અને બાળ પોષણ વગેરેના ટેબ્લોનું નિદર્શન, રમતવીરો તેમજ શિક્ષણક્ષેત્રે ગયા વર્ષમાં પ્રથમ આવેલા તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરી તેમણે પ્રોત્સાહિત કરાશે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોગા તેમજ દેશ ભક્તિને આવરી લેતી વિવિધ કૃતિઓ નિદર્શનો કરવામાં આવશે.

સુરત અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..