Back

મહેસાણા નુગર બાયપાસ રોડનો પુલ બેસી ગયો સામે આવી બેદરકારી તંત્ર થયું દોડતું

આજરોજ મહેસાણાના નુગર બાયપાસ હાઈવે પરથી થતાં વાહનો ભયંકર દ્રશ્ય જોઈ ચોંકી ગયા હતા. મહેસાણા નુગરનો બાયપાસ રોડ ઉપરનો પુલ બેસી ગયો હોઇ નાગરિકોએ મહેસાણા માર્ગ મકાન વિભાગને જાણ કરતાં યુધ્ધના ધોરણે દોડધામ મચી ગઇ છે. માત્ર 7 વર્ષમાં ભારેખમ હાઇવેનો પુલ બેસી જતાં કામગીરી સામે સવાલો ઉભા થયા છે. દુર્ઘટના ટાળવા તાત્કાલિક ડાયવર્ઝન આપવાની નોબત આવી છે. ભ્રષ્ટાચારના સવાલો વચ્ચે માર્ગ મકાન દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે મહેસાણા જીલ્લા માર્ગ-મકાન વિભાગ દ્રારા વર્ષ 2012મા પુલ સહિત નુગર બાયપાસ તૈયાર કરવામાં આવ્યો હતો. જે આજે અચાનક નીચે બેસી ગયો હોઇ વાહનચાલકો ગભરાઇ પરત ફરી રહ્યા છે. આ દરમ્યાન કોઇ નાગરિકે માર્ગ મકાનના ઈજનેરોને જાણ કરતાં તાત્કાલિક હાઇવે બંધ કરી ડાયવર્ઝન આપવા મથામણ શરુ કરી છે. ઈજનેર ભરત પટેલે જણાવ્યું હતું કે, કેવી રીતે પુલ બેસી ગયો તેની તપાસ કરી રહ્યા છે. જોકે ભરત પટેલે પુલ બેસી ગયાથી ઉભી થતી બેદરકારી સામે વાત ટૂંકાવી દીધી હતી.સુત્રોએ જણાવ્યુ હતુ કે, માત્ર સાત વર્ષમાં ભારેખમ હાઈવે પરનો પુલ બેસી જવો એ અત્યંત ગંભીર ઘટના બની ગઈ છે. જો નાગરિકોએ માર્ગ મકાન વિભાગને જાણ ન કરી હોત અને વાહનચાલકો પસાર થતાં રહ્યાં હોત તો મોટી દુર્ઘટના થવાની સંભાવના બની શકતી. સૌથી મોટો સવાલ છે કે, વર્ષ 2012 દરમ્યાન મુખ્ય ઈજનેર અને પુલ બનાવનાર કોન્ટ્રાક્ટરની ભૂમિકા શંકાસ્પદ બની હોઇ તપાસ થાય છે કે કેમ ? આ સાથે પુલ માટે કેટલી ગંભીરતા રાખી કામ કરવામાં આવ્યું હતું ? આ સવાલો અત્યંત મહત્વના બની ગયા છે..

રિપોર્ટર .હર્ષદસિંહ ઠાકોર 

ઊંઝા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..