Back

ગુમ થયેલ છે

કાલાવડ તાલુકાના પંજેતનનગરમાં રહેતી એક યુવતી છેલ્લા પાંચ દિવસથી પોતાના ઘરેથી ગુમ થયેલ છે. જે આજ સુધી ઘરે પરત ન ફરતા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે તેણીની તપાસ હાથ ધરી હતી.

કાલાવડ તાલુકાના પંજેતનનગરમાં રહેતા હબીબશા હસનશા શાહમદાર નામના વ્યક્તિની દીકરી રુકશાનાબેન હબીબશા શાહમદાર ઉવ.20 વર્ષ વાળી પાંચ દીવસ પૂર્વે રાત્રીના સમયે પોતાના ઘરે સુતી હતી. ત્યારે તેના પિતાએ ચારેક વાગે ઉઠીને જોયું તો તેણી પથારીમાં જોવા ન મળતા હબીબશાએ તેની પત્ની અને બાળકોને તથા આજુ-બાજુમાં રહેતા લોકો અને સગાસબંધીઓને ફોન કરતા તેણી આજ સુધી મળી આવેલ નથી.રુકશાનાબેન વાને શ્યામ, લંબગોળ મોઢું તથા ઉંચાઈ આશરે પાંચ ફૂટ અને તેણીએ પંજાબી ડ્રેસ પહેર્યો હતો. આવી કોઈ વ્યક્તિ અંગે કોઈને જાણ થાય તો કાલાવડ પોલીસ સ્ટેશનને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે