Back

વિધાનસભામાં પ્રશ્નો મૂકવા જાહેર સૂચનો મોકલવા ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાનો અનુરોધ

મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાએ ગુજરાત વિધાનસભાનું તા. ૨૪/૦૨/૨૦૨૦ ના રોજ પ્રારંભતા બજેટ સત્ર કે જે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ચાલનારું છે તેમાં મોરબી – માળીયા (મીં) વિસ્તારના જાહેર અગ્રણીઓ, સંસ્થાઓ અને લોકો પાસેથી જાહેર સૂચનો મોકલવા અનુરોધ કર્યો છે.

        અત્રે ઉલ્લેખનીય રહેશે કે ગુજરાત વિધાનસભામાં વિવિધ તબક્કે ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાએ મોરબી – માળીયા (મીં) પંથક સહિત અનેક જાહેર મુદ્દાઓ સમયાંતરે ઉઠાવીને લોકોની લાગણીનો પડઘો વિધાનસભાના ફ્લોર ઉપર મૂકવામાં સક્રિય રહ્યા છે જેના સારા પરિણામો પણ જોવા મળ્યા છે. હવે જ્યારે વિધાનસભાનું સત્ર ફરી મળી રહ્યું છે ત્યારે મોરબી – માળીયા (મીં) ના વિવિધ પ્રશ્નો વોટ્સએપ નં. ૯૪૨૮૭ ૦૧૫૪૭ ઉપર સમયસર મોકલી આપવા જણાવ્યુ છે. સમસ્યાઓ ટૂંકમાં મોકલવી જરૂરી છે.

        વિધાનસભામાં પ્રશ્નો મૂકવા માટે સુનિશ્વિત કરેલી સમય મર્યાદાની એક વહીવટી પ્રકિયા હોય છે એટલે આગોતરા પ્રશ્નો જો સમયસર મળે તો તેનો યોગ્ય અભ્યાસ કરીને નીતિ વિષયક બાબતો કે રોજ બરોજની સમસ્યાઓને યથાયોગ્ય રીતે પ્રસંગોપાત વિધાનસભામાં તે ઉઠાવીનેલોક લાગણીનો વિધાનસભામાં પડઘો પાડવાનું સરળ બની શકે. 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..