Back

મોરબી તાલુકા કક્ષાના પ્રજાસતાક પર્વ પીપળી મધ્યે યોજાશે

મોરબી તાલુકા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી પીપળી ખાતે યોજાશે. આગામી તા.૨૬/૦૧/૨૦૨૦ ના રોજ યોજાનાર તાલુકા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી પીપળી પ્રાથમિક શાળા ખાતે સવારે ૦૯:૦૦ કલાકે યોજાનાર છે.આ કાર્યક્રમમાં ધ્વજારોહણ મામલતદારશ્રી મોરબી ડી.જે.જાડેજાના હસ્તે યોજવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં તમામ નાગરિકોને ઉપસ્થિત રહેવા મામલતદાર કચેરી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..