Back

ઉંઝા એ.પી.એમ.સી હોલ ખાતે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ની ઉજવણી કરાશે

            મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ૨૪ જાન્યુઆરી-નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ની ઉજવણી સવારે ૧૧-૦૦ કલાકે સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલના અધ્યક્ષ સ્થાને થનાર છે.૨૪ જાન્યુઆરી ૨૦૨૦ ને શુક્રવારે સવારે ૧૧-૦૦ કલાકે એ.પી.એમ.સી ઉંઝા ખાતે ઉજ’ણી થનાર છે.જેમાં રાજ્યસભા સંસદ સભ્યશ્રી જુગલજી ઠાકોર,જિલ્લા પંચાયત પ્રમખ શીલાબેન પટેલ,ધારાસભ્ય સર્વેશ્રી ડો.આશાબેન પટેલ,ઋષિકેશભાઇ પટેલ,ભરતજી ઠાકોર,રમણભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી.અજમલજી ઠાકોર ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ આમંત્રણ પાઠવેલ છે.

ઊંઝા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..