Back

મહેસાણા જિલ્લા કક્ષાનો ૭૧મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉંઝા ખાતે કરાશે

જિલ્લાના તમામ તાલુકા મથકોએ ગ્રામ્ય કક્ષાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે

મહેસાણા

 મહેસાણા જિલ્લા કક્ષાના ૭૧ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉંઝા ખાતે કરવામાં આવશે. ઉંઝા જીમખાના મેદાન ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થનાર છે.  ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સવારે ૦૯-૦૦ કલાકે ઉંઝા ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજ વંદનનો કાર્યક્રમ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે યોજાનાર છે. ઉપરાંત   ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના કાર્યક્રમની ઉજવણી ગ્રામ્ય કક્ષાએ પણ થનાર છે.જે અંતર્ગત મહેસાણા તાલુકામાં હેડુવા(રાજગર) ખાતે,કડી તાલુકામાં કલ્યાણપુરા ખાતે,બેચરાજી તાલુકાની કનોડા-કકાસણા ખાતે,જોટાણા તાલુકાના મહેમદપુરા ખાતે,સતલાસણા તાલુકાના સુદાસણા ખાતે,વિજાપુર તાલુકાના ગવાડા ખાતે,વડનગર તાલુકાના કરબટીયા ખાતે,વિસનગર તાલુકાના કંસારાકુઇ ખાતે અને ખેરાલું તાલુકાના ગોરીસાણા ખાતે ઉજવણી થનાર છે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

ઊંઝા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..