Back

સંગીત,નર્તન અને સ્થાપત્યના ત્રિવેણી સંગમ દ્રી દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન

ઉત્તરાર્ધ મહોત્સવે રાજ્યના ભવ્ય વારસો અને સ્થાપત્યને વિશ્વભરમાં યશસ્વી અને ગૌરવપ્રદ સ્થાન આપ્યું  છે.-

મહેસાણા       

         મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે યોજાયેલ ઉત્તરાર્ધ મહોત્સવ આજે દેશ વિદેશમા ખ્યાતિ પામ્યો છે  ઉત્તરાર્ધ મહોત્સવ એ સુર્યની પુજા સાથે સંકળાયેલ ઉત્સવ છે.દેશમાં કાશ્મીરનું માર્કડં મંદિર,કોર્ણાકનું સુર્યમંદિર અને મોઢેરાનું સુર્યમંદિર પ્રચલિત છે.રાજ્યની સંસ્કૃતિ અને સંસ્કારોનું આદાન પ્રદાન અને સંગીત નૃત્ય જેવી કલાઓના ખજાનાઓથી ભરપૂર આ ઉત્સવ ઉજવામાં આવે છે જેનું આજે  નૃત્ય પરંપરાથી સમાપન થયું હતું

   સુર્યનું મકર રાશિમાં પ્રવેશ બાદ તેની ઉજવણીના ભાગ રૂપે ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે.સુર્યની પુજા સાથે સંકળાયેલ આ મહોત્સવ સુર્ય વંદનાને મહત્વ આપે છે.આ પવિત્ર મહોત્સવના સંગમનું કલામય રસપાન કરવા કલારસિકો,દેશ-વિદેશમાં  વસતા લોકો મહોત્સવનો આનંદ માણે છે.આ મહોત્સવ  થકી રાજ્યના ભવ્ય વારસાને અને સ્થાપત્યને વિશ્વભરમાં યશસ્વી અને ગૌરવપ્રદ બનાવ્યું છે.મહોત્સવે રાજ્યની સંસ્કૃતિને વધુ ઉન્નત સ્વરૂપ આપી વિશ્વકક્ષાએ નામના અપાવી છે.

       નૃત્ય એટલે આત્માનું સંગીત, નૃત્યનો હેતું સનાતન સત્યોની સોંદર્ય દ્વારા પ્રતીતી કરાવવાનો છે.આપણાં સાંસ્કૃતિ નૃત્યો પવિત્ર સ્વરૂપમાં જળવાઇ રહ્યાં છે.મોઢેરા સંગીત,નર્તન અને સ્થાપત્યના ત્રિવેણી સંગમનું મહોત્સવના દિવસે સાક્ષી બન્યું હતું.વિશ્વનું બેનમુન  અદભુત સ્થાપત્ય મોઢેરા સૂર્યમંદિરે તેની  સાંસ્કૃતિક પરંપરા નિરંતર જાળવી રાખી છે. મોઢેરાનું સૂર્યમંદિર રાજ્યના અતિપ્રાચીન સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક છે.મોઢેરના સુર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતા નૃત્યોના તાલે સંગતજ્ઞાઓએ નૃત્ય રજુ કર્યું હતું.  આ પ્રસંગે કલાકારશ્રીઓનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું

         ગૌરવ પુરસ્કૃત કલાગુરૂ સુશ્રી શીતલ મકવાણાની ગણેશ વંદના, સુશ્રી પૂર્ણિમા અશોક ભરત નાટ્યમ્, સુશ્રી વૈશાલી ત્રિવેદી કથ્થક, સુશ્રી જયપ્રભા મેનોન મોહિની અટ્ટમ, સુશ્રી સપના શાહ ભરત નાટયમ્, સુશ્રી અલોકા કાનુંગો ઓડીસી અને શ્રી દેવેન્દ્ર મંગલમુખી કથ્થક લખનઉ ઘરાના નૃત્ય રજૂ કરી નૃત્યાંગઓના શાસ્ત્રીય નૃત્ય કલાનું રસપાન કરી દર્શકો મંત્રમુગ્ધ થયા હતા

આ પ્રસંગે   જિલ્લા પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ,ધારાસભ્ય સર્વેશ્રી રમણભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી,મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.પટેલ,,જિલ્લો પોલીસ અધિક્ષક મનિષ સિંહ, નિવાસી અધિક કલેક્ટર શ્રી પ્રદિપસિંહ રાઠોડ, સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ શ્રી જ્યોતિષ ભટ્ટ,પ્રાન્ત અધિકારીશ્રી વિમલ પટેલ,પ્રાન્ત અધિકારીશ્રી કેતકીબહેન વ્યાસ મોઢેરા ગામના સરપંચશ્રી, મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને મહેસાણા જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..