Back

મહેસાણા જિલ્લામાં કલા મહાકુંભનો પ્રારંભ

રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા મહેસાણા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ-૨૦૧૯-૨૦ બનાસકાંઠા લોકસભા વિસ્તારના આરોગ્ય સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મહેસાણા તાલુકાના મેવડ શૈક્ષણિક સંસ્થા ખાતે યોજવામાં આવ્યો. તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, અગ્રણી ધીરેનભાઇ ચૌધરી સહિત મહાનુભાવો જોડાયા હતા.

        ૬ થી ૬૦ વર્ષના વયજૂથના સ્પર્ધકો સાહિત્ય વિભાગના નિબંધ લેખન, કાવ્ય લેખન, ગઝલ, શાયરી, લોકવાર્તા, દુહાઇ, છંદ, ચોપાઇ, એમ છ કૃતિમાં ભાગ લીધો. જ્યારે કલા વિભાગમાં સર્જનાત્મક કામગીરીમાં કલા કસબ યજમાવી રહ્યા છે. જ્યારે સાંસ્કૃતિક વિભાગની કુલ ૨૮ કૃતિઓ જેમ કે લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, ભરતનાટ્યમ, કથક, કૂચીપૂડી, ઓડીસી, વગેરેમાં ૬૫૦ કરતા વધારે  સ્પર્ધકો કલામાં ભાગ લઇ રહ્યા છે.

                    આ દિવસીય કલા મહાકુંભ-૨૦૧૯-૨૦માં વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. આ પ્રસંગે કલા-કુંભ-૨૦૧૯-૨૦માં બનાસકાંઠા લોકસભા વિભાગના સાંસદશ્રી પરબતભાઇ પટેલ તાલુકા કક્ષાએ વિજેતા થયેલા અને ભાગલઇ રહેલા સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલાને જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે આ પ્રકારના કલા મહાકુંભ જેવા રાજ્ય સરકારના આયોજન  થકી કળાઓને પીછાણવાની તક પુરી પાડે છે. દરેક સમાજને તેના ભાતીગળ વેશપરિધાન હોય છે. એવાજ   પ્રકારે દરેક સમાજની પોતાની પરંપરાગત ભાતીગળ કલામાં નિપુણતા હોય છે. આજના ટેક્નોલોજીના યુગમાં ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલી કલા યુવાધનમાં છુપાયેલી હોય તેને બહાર લાવવા માટે પુરતી તકો સરકાર દ્વારા કરાઇ  રહી છે. તેમ જણાવી ને પ્રોત્સાહન આપી શુભેચ્છાઓ પાઠવી.

                મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણિએ કલા-મહાકુંભ-૨૦૧૯-૨૦ સ્પર્ધામાં ભાગ લઇ રહેલા કોઇપણ વયજૂથના સ્પર્ધકોના શારિરીક, માનસિક અને ચારિત્ર્ય ઘડતર વિશે તેમના ભાવિને પ્રગતિ અને ઉન્નતિના શિખરે લઇ જશે. વ્યક્તિત્વ વિકાસમાં દિકરીઓ પણ આગવુ વ્યક્તિત્વ કેળવવાની તકો પ્રાપ્ત કરી રહી છે તેમ જણાવ્યું હતું.,

               ચૌધરી કિશાન ભારતીય શૈક્ષણિક સંસ્થા મેવડના મુખ્ય આગેવાન ધીરેન ચૌધરી એ કલા વારસાના જતન સંવર્ધન અને જાળવણી ભાગરૂપે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિ વિભાગના જિલ્લા કક્ષાના કલા-મહાકુંભ અધિકારી બીરદાવ્યા હતા. આથી મહેસાણા જિલ્લાના કલા ક્ષેત્રના લુપ્ત થતા વારસાને બચાવવા તેના જતન અને સંવર્ધન થશે.

                 આ પ્રસંગે દાતાશ્રી નાનજીભાઇ ચૌધરી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એમ.વી.દેસાઇ સહિત જિલ્લાની વિવિધ શાળાના વિધાર્થીઓ, મહાજનો, ઉપસ્થિત રહ્યા હતા. અને વિવિધ ક્ષેત્રની કલા સ્પર્ધામાં ભાગ લીધો હતો.

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..